નડિયાદ : નડિયાદ શહેર છેલ્લા લાંબા સમયથી કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. બુધવારે નડિયાદ શહેરમાં વધુ ૧૬ કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે કઠલાલમાં ૮, મહેમદાવાદમાં ૫, કપડવંજમાં ૧, વસોમાં ૨ અને ખેડામાં ૧ સાથે કુલ ૩૩ કેસ નોંધાયા હતાં. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો ૨૧૯૯ પર પહોંચી ગયો છે. મંગળવારે નડિયાદ શહેરના નોંધાયેલાં ૧૨ કેસમાં સંતરામ નગર સોસાયટીમાં રહેતાં ૪૨ વર્ષના મહિલા, જય મહારાજ ડુપ્લેક્સમાં રહેતાં ૭૫ વર્ષના વૃદ્ધ અને ૫૦ વર્ષના આધેડ, આશીર્વાદ રો-હાઉસમાં રહેતાં ૫૩ વર્ષના આધેડ, સુભાષ નગરમાં રહેતાં ૭૪ વર્ષના વૃદ્ધ, શુભમ સોસાયટીમાં રહેતાં ૬૧ વર્ષના વૃદ્ધ, જલભૂમિ સોસાયટીમાં રહેતાં ૩૭ વર્ષના યુવક, સરદાર નગર સોસાયટીમાં રહેતાં ૬૫ વર્ષના વૃદ્ધાં અને ૩૯ વર્ષની યુવતી, રામતલાવડી અંબિકા નગરમાં રહેતાં ૬૦ વર્ષના વૃદ્ધાં અને ૫૪ વર્ષના મહિલા તેમજ નારાયણધામમાં રહેતાં ૪૯ વર્ષના આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.