વલસાડ, ખેરગામ ના બાવળી ફળિયા માં રહેતા સંદીપભાઈ પટેલ ને ફળિયા ના જ જીગરભાઈ ગણપતભાઈ પટેલે લાકડા ના ફટકા મારી દવાખાને ભેગો કરી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ખેરગામ બાવળી ફળિયાના રહીશ સંદીપ પટેલ શુક્રવારે ૪ઃ૩૦ વાગ્યે વાવ ના મંદિરફળિયા ખાતે રહેતા બચુ ભાઈ ચીમનભાઈ પટેલ ને ઘાસ નું કુંડું કરવા માટે કહેવા ગયેલા હતા સંદીપભાઇ મંદિરફળિયા માં રસ્તા ની બાજુ માં બાઇક પર બેસી ને બચુ ભાઈ સાથે વાત કરી રહ્યા હતા તે જ સમયે સંદીપ ભાઈ સાથે જૂની અદાવત રાખી રહેલ બાવળી ફળિયાના જ જીગરભાઈ ગણપત ભાઈ પટેલ પાછળ થી આવી લાકડા ના ઝટકા વડે હુમલો કરી માર માર્યો હતો માર વાગતા સંદીપ ભાઈ બાઇક સહિત જમીન પર પડી ગયા હતા જમીન પર પડી ગયેલા સંદીપ ભાઈ ને જીગર માર મારવા લાગી ગયો હતો ત્યાં ઉભેલા બચુ ભાઈ સંદીપને બચાવવા ના પ્રયાસ કર્યો પરંતુ જીગરે માર મારવાનુ ચાલુ જ રાખતા સંદીપ બચાવો બચાવો નો બુમ મારતા ફળિયા ના લોકો દોડી આવ્યા હતા લોકો ને આવતા જાેઈ જીગર ત્યાંથી ભાગી ગયો હતો.ઘટના ની જાણ થતાં સંદીપ ના પિતા અને ભાઈ ત્યાં દોડી ગયા હતા અને સારવાર માટે ખેરગામ સિવિલ લઈ ગયા હતા સિવિલ હોસ્પિટલ માં ડૉક્ટર કેતન પટેલે સંદીપની પ્રાથમિક સારવાર કરી હતી.