બનાસકાંઠા : ગુજરાતમાં કોરોના સંક્રમણ વચ્ચે ઠંડીનું પ્રમાણ જેમ જેમ વધી રહ્યુ છે તેમ ડ્રગ્સની હેરાફેરી પણ વધી ગઇ છે. બોર્ડર પારથી મોટા પ્રમાણમાં ગુજરાતમાં નશો ઘુસાડવામાં આવી રહ્યો છે. કોરોના મહામારીના સમયમાં વધુ એકવાર બનાસકાંઠાના આગથળા પાસેથી ડ્રગ્સની હેરાફેરી કરતી એક મહિલા સહિત પાંચ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ઇકો ગાડી, એમડી ડ્રગ્સ સહિત ૪.૯૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પાંચેય આરોપીઓ સામે એનડીપીએસ એક્સ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે આગથળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં શંકા જતા પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જે બાદમાં પોલીસે એક મહિલા સહિત પાંચ લોકોની અટકાયત કરી હતી. આ સાથે પોલીસે ઇકો કાર સહિત કુલ ચાર ૪.૯૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે પાંચેય આરોપીઓ સામે એનડીપીએસએકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં યાસીન ઇસુફભાઈ સિંધી. ઈમ્તિયાઝ અબ્દુલભાઇ મકરાણ. ૩) વસીમ હબીબભાઈ કસાઈ. અફરોજ ઉર્ફે ફરીન (ઈલિયાસ મકરાણીની પત્ની). અને એક સગીરનો સમાવેશ થાય છે.