અરવલ્લી, તા.૩ 

મોડાસા શહેરમાં કોરોનાને લઈ મોતનો સીલસીલો યથાવત રહયો છે.શહેરમાં સતત કોરોનાના પોઝેટીવ દર્દીઓ નોંધવાની સાથે કોરોના યમદૂત બની ૧૮ લોકોને ભરખી જતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ગુરુવારે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ૫૧ વર્ષીય હબીબભાઇ બારીવાલાનું સારવાર દરમિયાન મોત નિપજયું તેમજ મોડાસા માલપુર રોડ પર શિવવિલા સોસાયટી ના ૫૬ વર્ષીય રસિકભાઈ રાંમાંભાઈ નું આજરોજ હિંમતનગર ની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજતા મોડાસા શહેરમાં કોરોનાથી ૭૨ કલાકમાં ચાર લોકો જંગ હારી જતાં અત્યાર સુધી જિલ્લામાં કુલ મૃત્યુ આંક ૨૪ ઉપર પહોંચ્યો છે.શહેરમાં સૌથી ભયાનક સ્થિતિ ચાંદટેકરી વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતાં લોકો ફફડી ઉઠ્‌યા છે ચાંદટેકરી વિસ્તારને વુહાન બનતું અટકાવવા નગરસેવક અને વિસ્તારના અગ્રણી કલેક્ટર કચેરીએ રજુઆત કરી હતી જીલ્લાં કલેક્ટરે તાબડતોડ ચાંદટેકરી વિસ્તારની મુલાકાત કરી હતી અને કોરોનાગ્રસ્ત વિસ્તારમાં આરોગ્યતંત્ર સર્વેની કામગીરી હાથધરી પ્રતિબંધિત વિસ્તારમાંથી લોકો અવર-જવર ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે શહેરમાં કોરોનાને નાથવા માટે તંત્ર વામણું પુરવાર થઇ રહ્યું હોય તેવું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે.

મોડાસા શહેરના ચાંદટેકરી વિસ્તારમાં કોરોના પોઝેટીવ દર્દીઓ અને તેમના પરિવારજનોને જીલ્લા આરોગ્ય તંત્ર પર ભરોષો ન હોય તેમ વડોદરા સારવાર અર્થે પહોંચતા હાલ જીલ્લાના ચોપડે ચાંદટેકરી વિસ્તારના કોરોના પોઝેટીવ દર્દીઓ નોંધાયા નથી સોશ્યલ મીડિયામાં કોરોનાના ૧૨ દર્દીઓ વડોદરા સારવાર અર્થે પહોંચ્યા હોવાનું અને ૩ લોકોનું કોરોનાથી મોત નીપજ્યું હોવાની યાદી ફરતી થતા ચાંદટેકરી વિસ્તારમાં કોરોનાની સ્ફોટક સ્થિતિ હોવાનું અને લોકલ સંક્રમણ થી લોકો ભોગ બની રહ્યા હોવાનું બહાર આવતાં તંત્ર ઉંધામાથે પછડાયું હતું જો કે ચાંદ ટેકરી વિસ્તારમાં કોરોનાનો કોઈ દર્દી ન હોવાનું જણાવતાં વિસ્તારના અગ્રણી પણ સતત કોરોનાનો વ્યાપ વધતા ફફડી ઉઠતાં જીલ્લાં પ્રશાશન તંત્રમાં રજુઆત કરતા તંત્રમાં પણ ભારે દોડધામ મચી છે આરોગ્ય તંત્રએ ચાંદટેકરી વિસ્તારમાં સઘન સર્વેની કામગીરી હાથધરી દેવામા આવી છે. મોડાસા શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણને લઈ લોકો રોગ થી બચવા માટે હવાતિયા મારી રહ્યું હોય તેમ કોરોના બેકાબુ બની રહ્યો છે. કોરોના વાયરસ કાબુમાં આવવાનું નામ લેતો નથી.તેમ મોડાસા નગરમાં અત્યાર સુધી કોરોનાથી ૧૮ લોકોએ જીવ ગુમાવ્યા છે.જયારે જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૨૩ નોંધાયો છે.એકલા નગરમાં જ મોતનો સીલસીલો યથાવત રહેતા શહેરીજનો માં ફફડાટ વ્યાપ્યો છે.