મુંબઇ-

કંગનાએ એલાન કર્યું છે કે, તે 9 સપ્ટેમ્બરે મુંબઇ પહોંચી રહી છે. ત્યારે કરણી સેનાના સૂરજ પાલ અમુએ આ બાબતમાં ટ્વિટ કર્યું હતું કે, 'મુંબઇમાં કંગનાની સુરક્ષા માટે કરણી સેના હાજર રહેશે. રોકી શકો તો રોકી લો.'ઉલ્લેખનીય છે કે, મુંબઇ પોલીસની આલોચના કરતા કંગના રનૌત ચર્ચામાં છે.


મહારાષ્ટ્ર સરકારના પ્રધાનો અને શિવસેના નેતાઓ સાથે તેની જંગ ચાલી રહી છે. આ દરમિયાન સંજય રાઉત સહિત ઘણા નેતાઓએ કહ્યું કે, તેમણે મુંબઇ પરત આવવું જોઇએ નહી. ત્યારે કંગનાએ જણાવ્યું કે, તે મુંબઇ જરૂર આવશે અને હવે તે મુંબઇ આવી રહી છે.