રાજપીપળા : નર્મદા જિલ્લા પંચાયત, ૫ાંચ તાલુકા પંચાયત અને એક માત્ર રાજપીપળા નગરપાલિકા ચૂંટણી માટે વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ નવા સીમાંકનની જાહેરાત કરવામાં આવી છે.આ નવા સીમાંકનને લઈને ભાજપ-કોંગ્રેસ બન્નેવ પક્ષમાં નારાજગી છવાઈ છે.ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ આ બાબતે સરકારમાં પોતાના વાંધા રજૂ કર્યા છે. 

નર્મદા જિલ્લા પંચાયતમાં ગત ટર્મમાં કોંગ્રેસ-મ્્‌ઁ નું શાસન હતું, આ વર્ષે ભાજપ પાર્ટીના કાર્યકરોના જોરે સત્તા હાંસિલ કરવા રણનીતિ બનાવી રહી છે.તો બીજી બાજુ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ટીકીટ મેળવવા ભાજપના જ કાર્યકરોમાં ડખા ઉભા થયા હોવાનું જાણવા મળ્યું છે.નર્મદા જિલ્લા પંચાયતની અમુક બેઠકો પર “આયાતી” ઉમેદવારો સામે સ્થાનિક ઉમેદવારોએ અને સંગઠનના હોદ્દેદારોએ રોષ વ્યકત કર્યો છે.તમામ બેઠકો પર સ્થાનિક ઉમેદવારની જ પસંદગી કરવામાં આવે એવી ઉગ્ર રજૂઆતો પણ થઈ રહી છે, આ જોતા જો સ્થાનિકોની જગ્યાએ આયાતી ઉમેદવારો ઉતારવામાં આવશે તો એનું વિપરીત પરિણામ આવશે એવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. રાજપીપળા નગરપાલિકા સીમાંકન બાબતે વાલ્મિકી સમાજે રોષ વ્યકત કર્યો છે.પોતાનો રોષ વ્યકત કરતા નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે મેં રાજપીપળા નગરપાલિકાની ૨૮ બેઠકો પૈકી વર્ષોથી અનુસૂચિત જાતિ પુરુષ બેઠક હતી જે બદલીને અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત કરવામાં આવી છે.તો આ બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી અને પુરુષ બન્નેવ માટે કોમન રાખી આવનારી રાજપીપળા નગરપાલિકા ચૂંટણી કરવામાં આવે એવી તેઓ માંગ કરી રહ્યા છે.આવી જ સ્થિતિ નર્મદા જિલ્લાની ૫ તાલુકા પંચાયતની છે.