અરવલ્લી : અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રએ ગુનાખોરી ડામવા અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સકંજો કસ્યા બાદ એક પછી એક નાસતા ફરતા ગુનેગારો ઝડપાતા જાય છે. અરવલ્લી એલસીબીએ આવા જ એક વોન્ટેડ રીઢા ગુનેગારને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.અરવલ્લી એલસીબીના કાર્યદક્ષ પોલીસ ઈન્સ્પેકટર આર. કે. પરમાર ગુનેગારોને શોધી કાઢવાની તેઓની આગવી કાર્યપ્રણાલી માટે જાણીતા છે.   

અરવલ્લી એલસીબી પી.આઈ આર. કે .પરમાર અને તેમની ટીમ ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.દરમિયાનમાં અ. પો. કો. નિલેશકુમાર તથા અ. પો. કો. વિક્રમસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે, આશરે દોઢેક વર્ષ અગાઉ, નારસોલી રોડ પર ઓમ કોમ્પલેક્ષમાં એક વેપારીએ બેગ બાજુ પર મુકેલી જે બેગમાં રૂપિયા ૧,૫૦,૦૦૦ સાથે ચોરી ઉઠાંતરી થઇ હતી. આ ચોરીનો ગુનેગાર રૂત્વિક ઉર્ફે ડેની ઉર્ફે કેનો અનિલભાઈ હર્ષદભાઈ ખરાડી રહે. કરણપુર તા. ભિલોડા ધોલવાણી ત્રણ રસ્તા પાસે પસાર થવાની માહિતીના આધારે તેને દબોચી લેવામાં આવ્યો હતો. આ ગુનેગારે પોતે તથા મિત્રએ મોટરસાયકલ આવી આ ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું પણ પોલીસની વિશેષ પુછપરછમાં કબુલ્યું છે. વધુ તપાસ ભિલોડા પોલીસ ચલાવી રહી છે.