છોટાઉદેપુર : નસવાડી ખાતે જંતુ નાશક દવા, રાસાયણિક ખાતરની દુકાન ધરાવતા દુકાનદારને ખેતીવાડી અધિકારીએ બિન અધિકૃત જંતુ નાશક દવાનું વેચાણ કરતા હોવા બાબતે કારણ દર્શક નોટિસ આવી તેને પટાવત ના ૧.૫ લાખ રૂપિયા ની લાંચ લેતા અધિકારી રંગે હાથે એ.સી.બી ઝડપી પાડ્યો હતો. 

  છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, મેઈન બજાર ખાતે જંતુ નાશક દવા, રાસાયણિક ખાતર, બિયારણ ની દુકાન ધરાવી વેચાણ કરતા દુકાનદારને હાલ નોકરી ખેતી નિમાયક (જમીન ચકાસણી પ્રયોગશાળા) દાહોદ અને બીજી નોકરી નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરી છોટાઉદેપુર ખાતે નોકરી કરતા વર્ગ ૨ કર્મચારી યોગેશભાઈ જેઠાભાઈ અમીન, ખેતીવાડી અધિકારી(હાલ રહે-ગુરુકૃપા સોસાયટી, નટવરનગર આંગણવાડી બાજુમાં, છોટાઉદેપુર, અને મૂળ રહે.-૨૭, તીર્થક ટેનામેન્ટ, વાઘોડિયા- ડભોઇ રીંગરોડ, વડોદરા) નાઓએ દુકાનદાર ને બિન અધિકૃત જંતુ નાશક દવાનું વેચાણ કરતા હોવા બાબતે કારણ દર્શક નોટિસ આપી હતી જે નોટિસની પતાવટ બાબતે યોગેશભાઇએ રૂા. ૨,૫૦,૦૦૦/- ની માંગણી કરેલ, જે રકઝકના અંતે રૂ.૧,૫૦,૦૦૦/- ની લેવાનુ નક્કી કર્યું હતું. જે લાંચની રકમ જંતુ નાશક દવાની દુકાનદારે અધિકારી યોગેશભાઈને આપવા માંગતા ન હતા.