અમરેલી, અમરેલી તાલુકાના નવા ખીજડીયા ગામની પ્રસૂતાને પ્રસૂતિની પીડા ઉપડતા ૧૦૮ની ટીમ અહીં દોડી ગઈ હતી. મહિલાએ જાેડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જાે કે ૧૦૮ની ટીમે બાળકોને કૃત્રિમ શ્વાસ આપી જીવ બચાવ્યો હતો. નવા ખીજડીયા ગામે રહેતા લળીબેન નત્રુભાઈ મકવાણા નામની ૨૬ વર્ષીય સગર્ભાને પ્રસુતીની પીડા ઉપડી હતી. જેના કારણે પરિવારજનોએ ૧૦૮ની ટીમનો સંપર્ક કર્યો હતો. આ અંગેની જાણ થતા ૧૦૮ના ઈએમટી મહેશભાઈ સોલંકી અને પાયલોટ યોગેશભાઈ વૈધ ગણતરીની મિનીટોમાં જ નવા ખીજડીયા ગામે પહોંચી ગયા હતા.સગર્ભા મહિલા વાડી વિસ્તારમાં રહેતા હતા. અને પ્રસુતીની પીડા ખુબ જ વધુ હતી. જેના કારણે ૧૦૮ની ટીમે તપાસ કરતા બે બાળકો હોવાનું માલુમ પડ્યું હતું. અહી ૧૦૮ની ટીમે મહિલાની સ્થળ પર જ પ્રસુતિ કરાવી હતી. મહિલાએ એક સાથે બે બાળકોને જન્મ આપ્યો હતો. પણ ડીલેવરી બાદ એક બાળક હલનચલન કરતું ન હતું. હદયના ધબકારાનો દર પણ ઓછો હતો. જેના કારણે ૧૦૮ની ટીમે બાળકને કૃત્રીમ શ્વાસ આપી જીવ બચાવ્યો હતો. અંતે મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતિ સારી હોવાનું ૧૦૮ના પ્રોગ્રામ ઓફિસર ચેતનભાઈ ગાધેએ જણાવ્યું હતું