દાહોદ, તા.૧૨ 

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વાસિયાડુંગરી રેન્જ વિસ્તારમાં આવેલ ખજૂરી ગામમાં રાત્રે બોડીબેન સરસિંગ સંગોડિયા ઘરમાં સૂતા હતા તે દરમિયાન દીપડાએ હુમલો કરી માથાના ભાગમાં ઇજા પહોંચાડેલ છે. ત્યાર બાદ હરસિંગ મૂળિયાભાઈ મીનામાના ઘરે મેડા પર સૂતેલા તેઓના છોકરા રાજેશભાઇ હરસિંગ મીનામાને કપાળમાં ઇજા કરતા તેઓ જાગી જતાં દીપડાને ધક્કો મારતાં નજીકમાં સૂતેલા તેના ભાઈ મેતુલાભાઈ હરસિંગ મીનામાને ઇજા કરેલ છે.  

ત્યાર પછી સુડિયાભાઈ માનસિંગ મીનામા વર્ષને ડાબે હાથે બચકું ભરી ઇજા થવાના કારણે તેઓને તાત્કાલિક ૧૦૮ મારફતે દાહોદ ઝાયડ્‌સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ સ્થાનિક વન વિભાગને થતાં તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને સ્થળનું નિરક્ષણ કરી દીપડાને પકડવા માટે પાંજરા મૂકવાનું આયોજન સાથે લોક જાગૃતિ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ઇજા થયેલ દર્દીઓની મુલાકાતે જઇ આર.એમ પરમાર (નાયબ વન સંરક્ષક-બારિઆ) એમ.કે.પરમાર (વન અધિકારી - વાસીયા ડુંગરી)એ ખબર અંતર પૂછ્યા હતા.