રાજકોટ- 

રાજકોટમાં કોરોનાથી ૨ દર્દી ના મોત થયા છે.જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૮૮૬૭ પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૪૧૩ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં  ૫૨ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ધીમે-ધીમે ઘટાડો જાેવા મળી રહ્યો છે. રાજકોટમાં સપ્તાહની શરૂઆતમાં કેસની સંખ્યા ઓછી રહ્યાં બાદ ફરીથી કેસ વધવા લાગ્યા છે. શુક્રવારે નવા ૧૦૯ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

જેમાં શહેરના ૬૯ જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૪૦ છે. આ સાથે રાજકોટ જિલ્લામાં કુલ કેસનો આંક ૧૩૦૦૯ને પાર કરી ગયો છે. બીજી તરફ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા હજુ પણ ઓછી થઈ રહી છે. હાલની સ્થિતિએ ૨૫૦૦માંથી ૨૧૯૫ કરતા વધુ બેડ ખાલી છે. આ ઉપરાંત સમરસ હેલ્થ સેન્ટર જેવી હોસ્પિટલમાં એકપણ દર્દી ન રહેતા તેને બંધ કરવાનો ર્નિણય લેવાયો છે. રાજકોટમાં ગુજરાતમાં પ્રથમ કોરોનાના શબ પરિક્ષણ માટે મંજૂરી મળી હતી અને અત્યાર સુધીમાં કુલ ૨૫ પરિક્ષણ થયા હોવાનું ડો. હેતલ ક્્યાડાએ જણાવ્યું છે.

કોરોના વાઇરસની શરીરના વિવિધ અંગો પર થતી અસરને જાણવા તેમજ તેના આધારે સારવારની નવી પધ્ધતિઓની શોધ થઈ શકે છે. ૨૫ ઓટોપ્સીમાંથી ૨૨નું માઈક્રોસ્કોપિક અધ્યયન થઈ ગયું છે અને ૩નું બાકી છે જે આગામી દિવસોમાં પૂરું થઈ જશે. કોરોનાના કેસ ઓછા થતા ૨૨ શબ સાથે રિસર્ચ પૂર્ણ કરવાનું હતું જાે કે ત્યારબાદ બીજા ૩ પરિવારો શબ પરિક્ષણ માટે રાજી થતા રિસર્ચ ચાલુ રાખ્યું છે. આગામી સપ્તાહ સુધીમાં રિસર્ચ પૂરું થઈ જાય તેવી શક્્યતા છે.