રાજકોટ-

ગુજરાતના મોટા શહેરમાં હવે ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આવામાં રાજકોટમાં પણ સ્થિતિ વણસી રહી છે. રાજકોટમાં પણ તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. આવામાં રાજકોટમાં ફરી કોરોના સંક્રમણ વધ્યું છે. ૩ દિવસમાં ૪૦૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આવામાં રાજકોટવાસીઓના મતે કરફ્યુ એ પરમેનન્ટ સોલ્યુશન ન હોવાનું કહેવું છે. લોકોએ કહ્યું કે, અનેક લોકો નિયમોનું પાલન નથી કરતા માટે કેસ વધ્યા છે.

લોકો પોતે તહેવાર દરમિયાન કાળજી નથી રાખી માટે કેસ વધ્યા છે. લેટેસ્ટ આંકડા મુજબ, રાજકોટમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૮ દર્દીઓના મોત નિપજ્યા છે. જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં આ મોતના આંકડા નોંધાયા છે. જાેતે મોત અંગેનો આખરી ર્નિણય ડેથ ઓડિટ કમિટી લેશે. ગઇકાલે ગુરુવારે ૭ દર્દીઓના મોત થયા હતા.