રાજકોટ રાજકોટના નાકરાવાડીમાં શનિવાર ક મહિલાએ તેના બે માસૂમ પુત્ર સાથે અગ્નિસ્નાન કરી લીધું છે. ત્રણ જણના સામૂહિક આપઘાતની ઘટના એટલી ભયાનક હતી કે સમગ્ર ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ છે. કુવાડવા પોલીસ સહિતના પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં પ્રાથમિક તબક્કે ગૃહકંકાશમાં મહિલાએ આ અંતિમવાદી પગલું ભર્યાનું મનાય છે. મૃતક મહિલાનાં પતિ-સાસુની પોલીસે પૂછપરછ કરી છે. આ અંગે આર.એસ. ટન્ડેલે જણાવ્યું હતું કે, અહીં દયાબેન નામની મહિલાએ પોતાના બંને બાળકો સાથે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. એમના પરિવારજનો તેમના પતિ, દિયર અને સાસુમાં સહિત જે લોકો લોકો કામ પર ગયા હતા તેમને ઘટનાની જાણ કરીને બોલાવવામાં આવ્યા હતા. તેમની વધુ પૂછપરછ કરતા. મૃતકના પતિ વિજયભાઈએ જણાવ્યું હતું કે, તેમને તેમના મધર અને તેમના વાઈફ વચ્ચે થોડા સમય પહેલાં બોલાચાલી થઈ હતી.આજુબાજુના લોકોને પૂછપરછ અને મૃતકના પરિવારજનોની પૂછપરછ પરથી એવું જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી પણ સાસુ સાથે ઝઘડો થયો હોવાના કારણે કદાચ આ ઘટના બની હશે હાલ હાલ લાશને પીએમ અર્થે મોકલવામાં આવી છે. ઘટનાસ્થળે તપાસ કરતા કેરોસીનનો ડબલુ પણ જાેવામાં આવ્યું છે.આ બાબતે એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી છે. તેની પણ તપાસ કરવામાં આવશે તેનાથી પણ આગ લાગી હોવાની સંભાવના છે. રાજકોટના કુવાડવા રોડના નવાગામ સોખડા પાસેના નાકરાવાડી વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટનામાં મૃતક મહિલાની ઓળખ દયાબેન વિજયભાઇ ડેડાણિયા (૨૮) તરીકે કરાઈ છે. જ્યારે મહિલાએ જે બે પુત્રની સાથે અગ્નિસ્નાન કર્યું તેમની ઓળખ મોહિત (૭) અને ધવલ (૪) તરીકે કરાઈ છે. સવારના પહોરમાં મહિલા અને તેનાં બે બાળકની ચીસોથી આસપાસના વિસ્તારોમાં પણ ભયાવહતા વ્યાપી ગઈ હતી. દયાબેનના પતિ વિજયભાઈ ડેડાણીયાનું માવતર રાજકોટનું પીપળીયા ગામ છે.બનાવની જાણ થતા દયાબેનના પિતા પણ નાકરાવાડી દોડી આવ્યા હતા.પોલીસ પુછપરછમાં મૃતકના પિતાએ પોલીસ સમક્ષ આપઘાત પાછળ ગૃહકલેશ જવાબદાર હોવાની વાત નકારી છે.અને પુત્રીને લગ્ન બાદ આજદિન સુધી કોઈ પ્રશ્ન નહિ હોવાની અને ક્યારે પણ આ બાબતે કોઈ ફરિયાદ પણ નહી કરી હોવાનું જણાવ્યું હતું આ બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરુ કરી છે.મૃતક દયાબેનના પતિ વિજયભાઈ ડેડાણીયા અને તેનો નાનો ભાઈ સોનીબજારમાં ધુળધોયાનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.વિજય અને દયાબેન તેના સાસુ અને દિયર અગાઉ લાલપરી પાસે રહેતા હતા અને ૬ માસ પૂર્વેજ નાકરાવાડી રણુજા મંદિર પાછળ રહેવા આવ્યા હતા. પોલીસે આ ઘટના અંગે મૃતક મહિલાના પતિ વિજય ડેડાણિયાની પૂછપરછ કરી હતી. જાેકે પૂછપરછમાં વિજયે પોલીસને નિવેદન આપ્યું હતું કે મારે ક્યારેય મારી પત્ની સાથે બોલાચાલી થઈ નથી. હા, એકવાર મારી માતાને બોલાચાલી થઈ હતી, પરંતુ તેમને બિલકુલ કલ્પના નહોતી કે તેમની પત્ની કોઈપણ સંજાેગોમાં આવી રીતે તેમનાં બે નાનાં બાળક સાથે અગનપછેડી ઓઢીને મોતને વહાલું કરી દેશે.