રાજકોટ-

રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ મહાનગર પાલિકાની ટીમ દ્વારા માસ્ક ન પહેરનાર તેમજ સોશિયલ ડીસ્ટન્સીગ નો ભંગ કરનાર લોકો વિરુદ્ધ વેપારીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે ડી ઝાલા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા આ સમયે જાહેરમાં માસ્ક ઉતારી ને સિગરેટ પીનાર વ્યક્તિને ઝડપી પાડી તેમની વિરુદ્ધ તમાકુ અધિનિયમ અન્વયે તેમજ જાહેરનામાના ભંગ મુજબ કાર્યવાહી કરી તમાકુ અધિનિયમ અન્વયે રુપિયા બસો તેમજ માસ્કનો દંડ રૂપિયા એક હજાર એમ કુલ 1200 રૂપિયાનો દંડ ભક્તિનગર પોલીસ દ્વારા વસૂલ કરવામાં આવ્યો છે. રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં કોરોના વાયરસ નો કેર યથાવત્ જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાજકોટ શહેર વાસીઓ માટે એક સારા સમાચાર પણ આવી રહ્યા છે 25 દિવસ પહેલા રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓ ના સ્વસ્થ થવાનો રેશિયો જે ૫૩ ટકા પર હતો તે હાલની તારીખમાં ૮૨ ટકા પર પહોંચી ચૂક્યો છે.