રાજપીપળા, રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે ૧૫૦૦ મણ લાકડા રાજપીપળા વનવિભાગ અને સ્થાનિક ખેડૂતોએ દાનમાં આપી કોરોના કાળમાં માનવતા મેહકાવી છે.એક બાજુ કોરોનાના કેસો વધી રહ્યાં છે તો બીજી બાજુ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે અત્યાર સુધી ૨૫૦૦ મણ જલાઉ લાકડાઓનો ઉપયોગ થઈ ચૂક્યો છે.નર્મદા જિલ્લામાં કોરોના કેહેર વધી રહ્યો છે.જિલ્લામાં કોરોના કેસો વધવાની સાથે સાથે વધી રહેલો મૃત્યુ આંક ચિંતાનો વિષય બન્યો છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામનારા દર્દીઓની અંતિમક્રિયા રાજપીપળા વૈષ્ણવ વણીક સમાજના ૫ સેવા ભાવી યુવાનો ગુંજન મલાવીયા, અજિત પરીખ, ઉરેશ પરીખ, કેયુર ગાંધી, કૌશલ કાપડિયા, તેજસ ગાંધી છેલ્લા ૧ વર્ષથી નિભાવી રહ્યાં છે. રાજપીપળા સ્માશન ગૃહમાં છેલ્લા એક મહિનાથી સરેરાશ રોજના ૫ થી ૭ કોરોનાના દર્દીઓની સાથે અન્ય મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.રાજપીપળા સ્માશન ગૃહમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે રાહ ન જાેવી પડે એ માટે આવનારા સમયમાં વહીવટકર્તાઓની ગેસ ચેમ્બર બેસાડવાની પણ યોજના છે, જાે કે એ માટે લાખો સ્થાનિકો સહયોગ આપે એ જરૂરી બન્યું છે. રાજપીપળા સ્મશાન ગૃહમાં માટે ઉદાર હાથે ફાળો આપવા અનેક સેવાભાવી સંસ્થાઓ મદદે આવી છે.રાજપીપળામાં વર્ષો પહેલા ગરબાનું આયોજન કરતી સંસ્થા મા શક્તિ ગરબા ગ્રુપ દ્વારા સ્મશાન ગૃહમાં લાકડાની ખરીદી માટે હાલમાં જ ૧ લાખ રૂપિયા દાન પેટે આપવામાં આવ્યા છે.