બારડોલી-

'ઓલા ગામના સુથારી વેલા વેલા આવો રે.., મારી મહાકાળીને હાટુ સારો બાજાેટ લાવો રે.., પંખીડા રે ઉડી જાજાે પાવાગઢ રે.., મારી મહાકાળી માટે રૂડા ગરબા લાવો રે..', 'ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે...,' આ જાણીતા ગરબાને નવરાત્રિ પહેલા ફરી એક વાર વાયરલ થવાનો અવસર મળી ગયો છે. આ અવસર આપનારા 'ખેલૈયા'ઓ છે પાસના કથિત સભ્યો. આ નવરાત્રિ બીજે ક્્યાંય નહીં પણ જાણીતા ગીરીમથક સાપુતારના ટેબલ પોઇન્ટ પર ઊજવાઈ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિથી જાણીતા થયેલા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા પણ આ વીડિયોમાં હોવાની ચર્ચા છે. બનાવની વિગત એવી છે કે કોરોના કાળમાં સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસે ખૂબ જ સુર્ખિઓ મેળવી.

કારણ રાજકીય નહીં પણ સામાજિક હતું. પાટીલના પ્રવાસમાં ભાજપના કાર્યકરો કૂદી કૂદીને ગરબે ઘૂમ્યા હતા અને અંતે ડઝનેક નેતાઓ અને અનેક કાર્યકરો કોરોનાનો ભોગ બન્યા. ખુદ પાટીલ પણ કોરોનાના ભરડામાં આવી ગયા. આ સમયે ભાજપની ચોમેર ટીકા થઈ હતી. જાેકે, આ હરિફાઈમાં ભાજપની સામે હવે પાટીદાર અનામત આંદોલન સાથે જાેડાયેલા પૂર્વ પાસ કન્વીનરો અને યુવાનો જાેડાયા હોવાની ચર્ચા છે. હકિકતમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, આ વીડિયોમાં પાસના કાર્યકરો સાપુતારાના હીલ પર ગરબે ઘુમી રહ્યા છે. ગરબાના શબ્દો ઉપર લખાઈ જ ગયા છે.

આ ગરબાને રાજ્યમાં ખૂબ જ જાેવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં ટોળે વળીને માસ્ક પહેર્યા વગર યુવાનો ગરબે ઘુમી રહ્યા છે. જાેકે, આ ટોળામાં કોરોના ફેલાશે તો તેના માટે જવાબદાર કોણ તે નક્કી કરવું અઘરૂં છે. અન્ય વિગતો સામે આવી નથી છતાં એક બાબત સ્પષ્ટ છે કે માલવિયા અને કથિરીયા આ વીડિયોમાં જાેવા મળ્યા છે.