પાદરા : પાદરાના સરસવણી ગામે વન વિભાગ દ્વારા તળાવ પાસે મુકવામાં આવેલ પાંજરામાં ત્રણ મગરમાંથી એક પાંજરે પુરાયો હતો. પાંજરે પુરાયેલા મગરને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો. 

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પાદરાના સરસવણી ગામે આવેલ તળાવમાં ત્રણ મગર દેખા દેતાં ગ્રામજનોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. મોડી રાતના સમયે મગર બહાર લટાર મારવા નીકળતાં લોકોની ઊંઘ પણ હરામ થઈ ગઈ હતી. સરસવણી ગામના તળાવમાં મગર છે જેની જાણ સરસવણી ગામના સરપંચ સહિતના ગ્રામજનોએ પાદરા વિભાગના વન વિભાગને કરી હતી.

પાદરા તાલુકાના સરસવણી ગામના ગ્રામજનોની વાત ધ્યાને લઈ વન વિભાગના અધિકારીઓ દ્વારા તળાવ પાસે જાતનિરીક્ષણ કરી તળાવના કિનારાની બાજુમાં મગર પાંજરે પુરાય તે માટે પાંજરું પણ મુકી ગયા હતા. મગર તળાવની ચારેબાજુ લટાર મારવા ત્રણ મગર ઘણી વખત એક સાથે પણ જાેવા મળતા હતા. જેમાં ત્રણ મગરોમાં એક મગર ગઈકાલે મોડી રાતના વન વિભાગે મુકેલ પાંજરામાં પુરાઈ ગયો હતો. આ પકડાયેલા મગરને સુરક્ષિત સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો જેથી લોકોે હાશકારો થયો હતો.