અરવલ્લી,તા.૪ 

અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી જોડો સંમેલન શામળાજી મુકામે યોજવામાં આવ્યું હતું.આ સંમેલનમાં ગુજરાત  પ્રદેશના ઉપાધ્યક્ષ ભૈમાભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમને કાર્યકર્તાઓને  માર્ગદર્શન આપી દરેક તાલુકાના હોદ્‌દેદારો અને કાયૅકરોને ચૂંટણીની તૈયારીમાં લાગી જવાનુ કહેવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત, નગર પાલિકાની ચૂંટણી આમ આદમી પાટી ગુજરાતમા લડશે તેવું તેમણે મંચ પર જાહેર કર્યું હતું. સંમેલનમાં ખેરાલુ વિધાનસભાના પ્રમુખ રામજીભાઈ ચોધરી, સાબરકાંઠાના પ્રમુખ કરશનભાઈ, અરવલ્લીના પ્રમુખ ડી.બી ડામોર, મહામંત્રી ભરતભાઇ ઠાકોર, ઉપપ્રમુખ ઉસ્માન લાલા, પોપટલભાઇ બારીયા, ભિલોડા, મેઘરેજ, માલપુર, મોડાસા, ધનસુરા, બાયડના તમામ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીતથા દરેક તાલુકા મથકેથી કાયૅકરો ઉત્સાહ સાથે જોડાયા હતા. આ સંમેલનમાં સારી સંખ્યામાં કાયૅકરો જોડાયા હતા જેમનું સ્વાગત ડી.બી.ડામોરે તેમજ આભાર વિધિ ઉસ્માનલાલાએ કરી હતી.