સુરત-

સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. પેમેન્ટ નહીં ચૂકવતા વૃદ્ધને અર્ધનગ્ન કરી માર્કેટમાં ફેરવવામાં આવ્યો. આપને જણાવીએ કે, જ્યારે આ વેપારી ગુજરાત બહારથી આવ્યો હતો અને સુરત ટેકસ્ટાઈલ માર્કેટમાં વેપાર કરવા માટે પણ કેટલાક લોકો અઠવા સ્થાનિક વેપારી દ્વારા જે હરકરત કરવામાં આવી તે ગંભીર છે મોડી રાત્રે આ વીડિયો વાયરલ થતાની સાથે જ સુરત પોલીસ દોડતી થઈ હતી અને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર, તમિલનાડુના વેપારીએ નાણા નહી ચૂકવી ઠગાઈ કરતા આવી રીતે તેને માર્કેટમાં ફેરવામાં આવ્યો હતો. જો કે, બીજી તરફ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ પણ હરકતમાં આવી છે અને આ વીડિયોને લઈને પોલીસે તપાસ શરુ કરી છે. મહત્વની વાત છે કે, ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા પરંતુ કોઈએ પણ આ કૃત્યને રોકવાનો પ્રયત્ન કર્યો નહોંતો. માત્ર તમાશો જ જોઈ રહ્યા હતા. બીજી તરફ આ વીડિયો વાયરલ થતાં કાપડ માર્કેટના વેપારીઓમાં ચકચાર મચી ગઈ છે.