સુરત,તા.૨૨ 

શહેરમાં ખતરનાક કોરોના વાયરસના ચેપની ગતિ દિનપ્રતિદિન વધતી જઈ રહી છે ગઈકાલે થોકબંધ ૧૫૦ પોઝિટિવ કેસો આવતા શહેરના ચેપગ્રસ્તોની સંયા ૩૩૦૦ને પાર પહોચી ચુકી છે. સોમવારે શહેરમાં વધુ પાંચના મોત અને નવા ૧૧૪ કેસ સામે આવતા કોરોનાના વધુ દર્દી નોધાતા શહેરમાં કોરોના સંક્રમીતની સંયા ૩૩૭૭ ઉપર પહોંચી છે. જયારે કોરોનાના ચેપગ્રસ્તોનું સારવાર દરમિયન મોત થયાનો આંક ૧૩૭ ઉપર પહોંચ્યો છે, સામે અત્યાર સુધીમા ૨૧૭૮ જીવલેણ વાયરસને માત આપીને લોકો સાજા થઈ ચુક્યા છે. જે રાહતના સમાચાર છે. કોવિડ હોÂસ્પટલના ક્રિટીકલ હેડ અને જાણીતા ચેસ્ટ ફિઝિશિયન ડો.સમીર જાનીનો કેસ પોઝિટિવ આવ્યો હતો.

ગુજરાતમાં કોરોના કહેરની અમદાવાદ પછી સૌથી વધારે અસર સુરતમાં થઈ રહી છે. જે ખુબજ ગંભીર બાબત છે સૌથી વધારે કતારગામ ઝોન વિસ્તાર હોય હીરા ઈન્ડસ્ટ્રીઝમાં હાલ પુરતુ ઉત્પાદન સ્થગિત કરવાની ઉદ્યોગકારોમાં ચર્ચાઓ સ્થાન જગાવ્યું છે. બીજી તરફ ગંભીર હાલતમાં મહામારી સમયે લેવાયેલા દર્દીને સમયસર દાખલ કરવા અને અન્ય બાબતોમાં પ્રશાસન દ્વારા બેદરકારી દાખવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ગતરોજ ૧૫૦ વિક્રમી કેસ નોધાયા હતા. એકાએક કેસોની સંયામાં તોતીંગ વધારો થતા ફરી એકવાર લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.