સુરત,તા.૩૦ 

સુરત શહેરમાં આજે કોરોના વધુ છ ના મોત થયા હતા અને વધુ ૨૧૩ કેસો નોંધાયા હતા. કુલ મોતનો આંક ૪૮૨ થયો હતો. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૧૦,૭૫૭ ઉપર પહોંચી ગયો છે અને ૪૮૨ દર્દીઓના મોત થયા છે.

વૈશ્વિક મહામારી જાહેર કરાયેલા કોરોના વાયરસે સુરતને પોતાના અજગરી ભરડામાં લીધુ છે. કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્નાં છે.

શહેરના તમામ ઝોનમાં કોરોને ભારે ખોફ છે. સંક્રમીતોની સંખ્યાની સાથે મરણાંક પણ સતત વધી રહ્ના છે. તંત્ર દ્વારા કોરોના અંકુશમાં લેવા માટે ધનવંતરી રથ સહિતની વિવિધ સેવાઓ શરુ કરી છે. કોરોના કહેરમાં કોરોના વોરિયર્સ પણ સપડાય રહ્ના છે. આજે સુરત શહેરમાં કોરોનામાં સપડાયેલા નવા ૨૧૩ દર્દીઓ સામે આવ્યા છે. સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના મોટાભાઇ દિપક મોદીનું કોરોનાથી મોત થયું હતું.

સુરત શહેરમાં ૮૮૮૬ દર્દીઓએ કોરોનામાં મ્હાત આપી

રાજયમાં કોરોનાઍ તેનો કાળોકેર વર્તાયો છે. શરુઆતમાં અમદાવાદને પોતાને સંકજામાં લીધો હતો. અમદાવાદમા પસ્થિર્તિકાબુમાં આવતા જ કોરોનાઍ ત્યારબાદ સુરતને પોતાના અજગરી ભરડામાં લેતાશ્વ રાજયમાં અમદાવાદ બાદ સુરત કોરોના હોટસ્પોટ બન્યું છે. કોરોનાઍ અનલોકમાં મળેલી છુટછાટ બાદ તેની રફતાર તેજ કરી હતી. અને રોજના કોરોના પોઝિટિવના થોકબંધ કેસો આવવા લાગ્યા હતા. જે રીતે કેસો સપાટી ઉપર આવતા હતા તે જાતા તંત્ર દ્વારા નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં બેડ ખુટી પડવા જેવી પરિસ્થિતિ થતા ખાનગી હોસ્પિટલમાં ઍમઓયુ કર્યા હતા. અત્યાર સુધીમાં સુરતમાં કોરોમાં કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા ૧૩ હજારને પાર કરી ૧૩,૨૩૩ ઉપર પહોંચી ગઈ છે જેમાં સુરતમાં ૧૦,૬૧૮ અને ગ્રામ્યમાં ૨૬૧૫ નોંધાયા છે. સુરતશ્વમાં કુલ ૫૭૬ દર્દીઓના મોત થયા છે જેમાં શહેરમાં ૪૭૬ અને ગ્રામ્યમાં ૧૦૦નો સમાવેશ થાય છે. સુરત જિલ્લામાં સતત વધતા જતા કેસોને કારણે તંત્રમાં ભારે ચિંતાનો માહોલ છે જોકે સુરતમાં અત્યાર સુધીમાં ૮૮૮૬ દર્દીઓને કોરોનાને મ્હાત આપી કોરોનામુક્ત થયા છે જેમાં શહેરમાં ૭૧૯૩ અને ગ્રામ્યમાં ૧૬૯૩ દર્દીઓ કોરોનામુક્ત થયા છે.