સુરત,તા.૯ 

સમગ્ર દેશમાં ભારે હાહાકાર મચાવી રહેલો કોરોના વાયરસે સુરતમાં પણ બેકાબુ બન્યો છે. રોજબરોજ થોકબંધ કેસો સપાટી પર આવી રહ્‌ના છે. રોજ નવા વિક્રમો સજાર્ઇ રહ્યા હોય તેમ આજે શહેરમાં ૩૦૮ કેસ ડિટેક્ટ થયા હતા. કોરોનાથી ગુરુવારે વધુ ૧૩ના મોત થયા હતા. આમ કુલ મોતની સંખ્યા ૨૯૬ થઇ હતી. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા ૭૫૮૨ ઉપર પહોંચી ગઈ છે.

અનલોક-૧ અને અનલોક-૨માં કોરોના કેસ તીવ્રગતિએ વધી રહ્‌ના છે. કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૭૫૮૨ ઉપર પહોંચી ગઈ છે. વધુમાં શહેરના કોરોના કેસોની સંખ્યામાં કુદકેભુસકે વધારો થઈ રહ્‌ના છે. સાથે સાથે મુત્યુની સંખ્યામાં પણ વધારો થઈ રહ્‌ના છે જેના કારણે સરકાર અને તંત્રની ચિંતામાં ભારે વધારો થયો છે.

સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૩૦ કેસો નોંધાયા 

સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે કોરોનાઍ તેની ગતિ તીવ્ર બનાવી છે. અને રોજના કેસોના સંખ્યામાં નવા નવા વિક્રમો બનાવી રહી છે. શરૂઆતમાં બે પાંચ કેસો આવતા હતા હવે કેસોની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો અને ઍક તબક્કે ગ્રામ્ય વિસ્તારમાં ૫૦ જટેલા કેસો બહાર આવવા લાગ્યા છે. ગઈકાલે ગ્રામ્યમા ૫૮ કેસ નોધાયા હતા જયારે આજે બપોરના બાર વાગ્યા સુધીમાં ૩૦ કેસ સામે આવ્યા છે આ સાથે સુરત ગ્રામ્યમાં આજે બપોર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા ઍક હજાર નજીક પહોચી ગઈ છે. કુલ ૯૯૧ કેસ અને મરણાંકની સંખ્યા ૩૨ થઈ છે. સુરત ગ્રામ્યમાં સૌથી વધારે કેસો કામરેજમાં ૩૨૪, ચોયાર્સી ૧૫૭ અને ઓલપાડમાં ૧૫૮ કેસ નોદ્વધાયા છે. ત્યારબાદ પલસાણામાં ૧૨૯ કેસ નોદ્વધાયા છે. ગ્રામ્યમાં અત્યાર સુધી કોરોનામાં ૩૨ દર્દીઓ હોમાય ચૂક્યા છે જેમાં માત્ર કામરેજ તાલુકામાં જ ૧૯ દર્દીઓનો સમાવેશ થાય છે.