સુરત,તા.૨૭ 

જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણના કેસો વચ્ચે આજે સૂચક રીતે કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પોઝિટિવ ૫૪ કેસની સાથે કામરેજના ત્રણ અને ઓલપાડના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજતા જિલ્લામાં કુલ કેસની સંખ્યા ૨૩૯૨ અને કુલ મોતની સંખ્યા ૯૨ ઉપર પહોંચી ગઇ છે.

દર્દીઓ પર ફરી વળેલા કોરોના કાળ ઉપર નજર નાખીએ તો કામરેજના મારુતિનંદન સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષીય મહિલા. જોખા ગામે રહેતા ૪૫ વર્ષીય પુરુષ તેમજ કામરેજમાં ચાર રસ્તા પાસે રહેતા ૬૦ વર્ષીય મહિલા અને ઓલપાડના ગોથાણ ગામે કહેતા ૭૨ વર્ષીય મહિલા નુ મોત નિપજ્યું છે. જેથી જિલ્લામાં કુલ મોતની સંખ્યા ૯૨ ઉપર પહોંચી છે દરમિયાન આજે કોરોના ની સારવાર લઈ રહેલા ૧૦૨ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે અલબત્ત ૧૫૪૪ વ્યક્તિઓ ને જિલ્લામાં સારવાર બાદ રજા આપવામાં આવી છે તાલુકા પ્રમાણે નોંધાયેલા કેસો મુજબ આજે બારડોલી તાલુકામાં ૧૩ કેસ. ઓલપાડ તાલુકામાં આઠ કેસ. ચોર્યાસી તાલુકામાં ચાર કેસ પલસાણા તાલુકામાં સાત કેસ. મહુવા તાલુકામાં ૬ કેસ. માંડવી તાલુકામાં બે કેસ. માંગરોળ તાલુકામાં સાત કેસ અને ઉમરપાડા તાલુકામાં એક સપ્તાહના વિરામ બાદ વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા છે.