સુરત, એફઆરસી દ્વારા ફી નિયમન અમલમાં મૂકી હોઈ તેમ છતાં ખાનગી સ્કૂલના સંચાલકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ત્યારે સુરતની વધુ એક સ્કૂલ દ્વારા એફઆરસીના નિયમને સાઇટ પર મૂકી પોતાની મનમાની વાલીઓ પર ઠોપી રહ્યા છે. ફી નહિ ભરતા વિદ્યાર્થીઓને ગ્રૂપમાંથી બહાર કાઢી મૂકી વાલીઓ પર ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યા હતા. જેથી આજે મોટી સંખ્યામાં વાલીઓ ભેગા થઈ વિરોધ પ્રદશન કરી રહ્યા હતા.  

છેલ્લા કેટલાક સમયથી ફીને લઇ ચાલી રહેલા વિવાદને લઇ આખરે એફઆરસી દ્વારા ફી નિયમન કરવામાં આવી છે. તેમ છતાં ખાનગી સ્કૂલ દ્વારા પોતાની મનમાની ચલાવી બેફાર્મ ફી ઉઘરાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ૨૫ ટકા ફી માફી કરી હોય તેમ છતાં સ્કૂલ સંચાલકો પોતાની જ ફી વસૂલી રહી છે ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર સ્કૂલના સંચાલકો દ્વારા પણ પોતાની નક્કી કરાયેલી ફી વસુલવામાં આવી રહી છે. ફી નહિ ભરનાર વિદ્યાર્થીઓનું ભણતર અટકાવી દેવામાં આવ્યું છે. છેલ્લા દોઢ મહિનાથી વિદ્યાર્થીઓને ગ્રૂપમાંથી કાઢી મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત વાલીઓને ફી ભરવા દબાણ પણ કરવામાં આવી રહ્યું છે. જેથી આજે મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ પર ભેગા થઈ સ્કૂલ સંચાલકો વિરુદ્ધ હલ્લા બોલ કર્યો હતો. અગાઉ એફઆરસી અને ડ્ઢઈર્ંને રજુઆત કરી હોય તેમ છતાં અધિકારીઓ દ્વારા કોઈ પગલાં નહિ લેવાતા વાલીઓમાં રોષ જાેવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે હાલ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે અને ઓનલાઇન શિક્ષણ ચાલે છે. વાલીઓ લોકડાઉનની મંદીને કારણે ફી નથી ભરી રહ્યા અને બીજી બાજુ શાળા સંચાલકો ફી માંગી રહ્યા છે તેથી બંને વચ્ચે ઘર્ષણ થાય છે. વિવાદને લઇ આખરે એફઆરસી દ્વારા ફી નિયમન કરવામાં આવી છે.