સુરત-

સુરત શહેરમાં પોલીસ સોશિયલ મીડિયા ઉપર આવા વાંધાજનક અને પ્રજામાં ભય ફેલાય તેવા વીડિયો તેમજ ફોટોગ્રાફ અપલોડ કરનાર ઇસમો ઉપર પોલીસ સતત વોચ રાખી રહેલ છે. અને આવા પ્રજામાં ભય ફેલાય તેવું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કૃત્ય કરનાર ઇસમો વિરૂધ્ધ કડકમાં કડ કાર્યવાહી કરવા માટે તત્પર છે ત્યારે અગાવ બે પોલીસ સ્ટેશનમાં મારામારી ના ગુનામાં પકડાયેલ ઈસમે પોતાના સોસિયલ મીડિયામાં રિવોલ્વર સાથેનો એક વીડિયો અપલોડ કર્યો હતો.

પોલીસે તેને ઝડપી પડી તપાસ કરતા આ ઈસમ પાસેથી એક દેશી પિસ્તોલ મળી આવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે ગેરકાયદેસર રીતે હથીયાર રાખતા ઈસમોને તેમજ પ્રજામાં ખોર્ટે રૌફ જમાવતા અને ભય ફેલાવતા ઇસમોને શોધી કાઢી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના પોલીસ વિભાગને આપવામાં આવી છે.