બારડોલી -

તાપી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે 30 જેટલા રસ્તાઓ બંધ થયા છે. મુશળધાર વરસાદને કારણે નાના બ્રિજ, કોઝવે, અને લો-લેવલ બ્રિજ પર પાણી ફરી વળતાં અવર જવર માટે બંધ કરવામાં આવ્યા છે. તાપી જિલ્લાના વ્યારામાં 9 રસ્તા જેમાં જેસિંગપૂરાથી ઉમરગાવ નજીક રોડ, ખર્દી એપ્રોચ રોડ, લખાલી-ચિંચબરડી રોડ, ઝાંખરી-ઢોલીઉમ્મર રોડ, કણજા બેદકુવ રોડ, ઉચામાળા લીમડદા રોડ, ઝાંખરી આશ્રમ ફળિયાથી ચિંચબરડી રોડ, જેસિંગપૂરા નવાપાડા રોડ, વિરપુર ઉમરકચ્છ રોડ, ઉમરકચ્છ એપ્રોચ રોડ બંધ કરવામાં આવ્યો છે.

સોનગઢ તાલુકામાં 6 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. સાદડવેલ એપ્રોચ રોડ, હિંદલા ઉમરદા રોડ, ચોરવાડ એપ્રોચ રોડ, જામણકૂવા ટોકરવા રોડ, શ્રાવણીયા આમથવા સેલઝર રોડ, ઉમરદા નિશાળ ફળિયા રોડ, જ્યારે વાલોડ તાલુકામાં પાંચ જેમાં દેગામાં ટીચકપુરા રોડ, વાલોડ શેઢી ફળિયા બુટવાડા રોડ, વાલોડ જકાતનાકાથી શેઢી ફળિયા રોડ, વાલોડ ઉકાઈ કોલોનીથી બુટવાડા રોડ અને અંબાચ નાડીપાર ફળિયા મળી કુલ 30 જેટલા માર્ગો બંધ કરવાંમાં આવ્યા છે.