અમદાવાદ-

શહેરમાં બનેલા અકસ્માતમાં પોલીસ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. પીરાણા અગ્નિકાંડમાં 12 લોકોના મોત મામલે પુરાવા અને નિવેદનો લઈ આખરે અમદાવાદ પોલીસે ફરિયાદ નોંધી છે. નારોલ પોલીસે પ્રદીપ ભરવાડ, હેતલ સુતરિયા અને નાનુ ભરવાડ સામે કલમ 304 સહિત અન્ય કલમો અને અપરાધનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. કેમિકલ બ્લાસ્ટના આરોપીઓ સામે ફરીયાદપીપળજની રેવાભાઈ અને નાનુભાઈ એસ્ટેટમાં સાહિલ એન્ટરપ્રાઇઝમાં કેમિકલ બ્લાસ્ટને કારણે કાપડની ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. બ્લાસ્ટથી ધાબા અને શેડ તૂટી જવાથી 12 લોકોના મોત થયા અને 10 લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. નારોલ પોલીસે આ અંગે કેમિકલ બ્લાસ્ટ અને આગના જવાબદાર આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા દુર્ઘટનાની ગંભીરતા સમજીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હાલ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. હાલ કંપનીના માલિકોની ધરપકડ કરી હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારબાદ પોલીસે આરોપીના રિમાન્ડ માંગે તેવી શક્યતા લાગી રહી છે. જે બાદ અન્ય માહિતી બહાર આવે તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં બનેલા અકસ્માતમાં પોલીસ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. પીરાણા અગ્નિકાંડમાં 12 લોકોનાં મોત મામલે પુરાવા અને નિવેદનો લઈ આખરે અમદાવાદ પોલીસે ફરિયાદ નોંધી છે. અપરાધનો ગુનો નોંધી કલમ 304 હેઠળ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.