અમદાવાદ-

શહેરમાં હનીટ્રેપના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે રખિયાલ અને ગોમતીપુર વિસ્તારમાં એક યુવતી લોકોને પ્રેમજાળમાં ફસાવીને પોલીસમાં ખોટી અરજી કરીને તોડપાણી કરતી હોવાની એક અરજી પોલીસ કમિશ્નર, જોઈન્ટ પોલીસ કમિશ્નર અને ડીસીપી સહિતની જગ્યાએ કરવામાં આવી હતી. જેમાં એક યુવતીએ અનેક લોકોને પ્રેમજાળમાં ફસાવીને ખોટા પોલીસ કેસ કરવાની ધમકી આપીને અનેક લોકો જો ડે થી પૈસા પડાવ્યા હોવાની રજુઆત કરવામાં આવી છે.

રખિયાલના અજીતમીલ ચાર માળીયામાં રહેતી કાયનાત મકસુદઅલી અંસારીએ હનીટ્રેપમાં ફસાવતી એક હસીના વિરુદ્ધમાં પોલીસ કમિશ્નર, જોઈન્ટ કમિશ્નર તથા ડીસીપી સહિતની જગ્યાએ લેખીતમાં ફરિયાદ કરી છે. જેમાં એવી રજુઆત કરી છે કે, હસીના રખીયાલમાં રહેતા 20 થી 25 લોકોને પ્રેમજાળમાં ફસાવીને તોડ કર્યા છે. મહિલાના આક્ષેપ પ્રમાણે હસીના ચાર માળીયામાં રહેતી હતી ત્યારે તેના પતિ સાથે ડીવોર્સ થઈ ગયા બાદ હસીનાએ અનેક લગ્ન કર્યા હતા. બાદમાં રખિયાલમાં રહેતા યુવકો અને પરિણીત પુરૂષો તેમજ આધેડ વયના લોકોને પ્રેમજાળમાં ફસાવતી અને પોલીસ સ્ટેશનમાં રેપની તેમજ છેડતીની ખોટી ખોટી અરજીઓ કરતી હતી. જેથી પોતાની આબરુ ન જાય તે માટે આવા લોકો સમાધાન પેટે હસીનાને રૂપિયા આપી દેતા હતા. હસીનાએ પોલીસ સ્ટેશનમાં રાજા રાજપુત, શેરુભાઈ, અલ્તાફભાઈ, સકીનાબાનુ, મોનુ તથા ફલકબાનુ જે તમામ ચાર માળીયામાં રહે છે તેમના વિરુદ્ધમાં પણ ફરિયાદ કરી હતી. આ સિવાય મચ્છી માર્કેટ ખાતે રહેતા અજમદભાઈ ગેરેજવાળા, પપ્પુભાઈ ડીશવાળા સહિત અનેક લોકોના વિરુદ્ધમાં પણ ફરિયાદ કરી હતી અને સમાધાન પેટે લાખો રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહીં તેના ઘરની સામે રહેતા અને મિસ્ત્રીકામ કરતા વ્યકિતને પણ પોતાના હવસનો શિકાર બનાવીને તેના વિરુદ્ધ અરજી કરી હતી. ફરિયાદી કાયનાતના નજીકના સંબધી પ્યારુભાઇ કુરેશી જે મટનની દુકાન ધરાવે છે તેમના વિરુદ્ધ પણ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં રેપની ખોટી ફરિયાદ આપી હતી. રેપની અરજી સંબધે રાજપુર ગાર્ડન પોલીસ ચોકી ખાતે પોલીસ કર્મચારીએ બોલાવ્યા હતા જ્યા હસીનાએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી જ્યા છેલ્લા મામલો 1.10 લાખ રૂપિયામાં પત્યો હતો. હસીનાએ ગોમતીપુર અને રખીયાલ પોલીસ સ્ટેશનમાં અસખ્ય ફરિયાદો કરી હતી જેમા મોટાભાગના કેસમાં તોડપાણી થયા હોવાની શક્યતા છે. હાલ જો ઉચ્ચ અધિકારીઓ હનીટ્રેપના કેસમાં ફસવાતી હસીના વિરુદ્ધ યોગ્ય તપાસ કરેતો ઘણા બધી હકીકત સામે આવે તેવી શક્યતા છે.