ભુજ, ૨૧મી જુનના રોજ ઉજવાતા વિશ્વ યોગ દિવસની ઉજવણી કચ્છ જિલ્લામાં પણ ઉત્સાહભેર કરવામા આવી હતી. ખાનગી અને સરકારી સંસાથો દ્વારા ઠેર ઠેર યોગ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં કોરોના ગાઈડલાઈ હેઠળ ભાગ લીધો હતો. જેમાં દેશના સૈનિકથી લઇ કેદી સહિતના નાગરિકો જાેડાયા હતા. પશ્ચિમ કચ્છના લખપત તાલુકામાં આવેલી પાકિસ્તાન ભારતની આંતરરાષ્ટ્રીય રણ સરહદ પર પિલર નંબર ૧૧૭૫ નજીકની સીમા ચોકી પરના તહેનાત મ્જીહ્લના જવાનોએ વહેલી સવારે યોગાભ્યાસ અને યોગ દિવસની ઉજવણી કરી હોવાનું ભરતભાઈ ત્રીપાઠી જણાવ્યું હતું. અંદાજિત ૫૫ જેટલા યોગ કર્યા બાદ શારીરિક નિરાંત અનુભવી હતી. બીજી તરફ ગાંધીધામ તાલુકાના ગળપાદર જિલ્લા જેલ ખાતે ૨૧૩ જેટલા કેદી ભાઈ બહેનોને પણ યોગ કરી આનંદ વ્યક્ત કર્યો હતો. અને માનસિક શાંતિની અનુભૂતિ મેળવી હોવાનું જેલ અધિક્ષક ડી એમ ગોહેલે જણાવ્યું હતું. વ્યવસ્થા જેલર એબી ઝાલાએ સંભાળી હતી, આર્ટ ઓફ લિવિંગના પ્રશિક્ષક અશોકભાઈ પરીખ, મમતાબેન મંગલાની, મીનાબેન અગ્રાવત, અર્ચના પરમાર વગેરેએ યોગ શિક્ષણ આપી પોતાની સેવા પ્રદાન કરી હતી. જિલ્લા મથક ભૂજ, અને તમામ તાલુકા મથકોએ પણ વિવિધ સંગઠનો, સંસ્થાઓ , આગેવાનો દ્વારા યોગ દિવસની યોગ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સરકાર દ્વારા ખાસ પ્રશિક્ષિત યોગ ગુરુઓ દ્વારા આજના દિવસે વિશેષ યોગ સાધના કરવામાં આવી હતી. આદિપુર ગોલ્ડન સીટી ખાતેના એક રહેણાંક વિસ્તારની છત પર રહેવાસીઓને કાયમી યોગ કરાવતા હર્ષાબેન જયેશભાઇ પલણ દ્વારા આજે એક કલાક વધુ યોગાભ્યાસ કરાવ્યો હતો.