અમદાવાદ-

ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે પણ એકમોને ફાયર સેફ્ટી અને ફાયર એન ઓ સી નથી તેવા એકમો ને લઈને ગુજરાત સરકાર અને ફાયર વિભાગને ફટકાર લાગવામાં આવી હતી. હાઇકોર્ટ એ 8 અઠવાડિયાનો ગુજરાત સરકારને સમય આપ્યો છે. જેમાં ફાયર વિભાગે આજે જે પણ એકમો માં ફાયર સેફ્ટી નથી અને ફાયર એન ઓ સી નથી તેવા એકમો ને આજે 4થી વખત નોટિસ આપવામાં આવી છે. આ આખરી વખત નોટિસ આપવામાં આવી છે. અને આ નોટિસ ની મર્યાદા 15 દિવસ ની રહેસે જો આ સમય મર્યાદામાં તમામ એકમો ફાયર સેફ્ટી અને ફાયર એન ઓ સી નહીં મેળવી લે તો આગામી સમયમાં તેમના વિરુદ્ધમાં શિક્ષાત્મ્ક પગલાં લેવામાં આવશે.

ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે લોકસત્તા જનસત્તા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે અમે હાઇકોર્ટના આદેશ બાદ તમા એકમો ને ફરી રૂબરૂ નોટિસ આપી છે. અને આ નોટિસ 4થી વખત આપવામાં આવી છે. અને આ નોટિસ ની મુદત 15 દિવસ ની રાખી છે. જો 15 દિવસ સુધીમાં આ લોકો ફાયર એન ઓ સી નહીં લઈ લે તો તેમના વિરુદ્ધ માં શિક્ષાત્મ્ક પગલાં લેવામાં આવશે અને કોર્ટ ધ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત હાઇકોર્ટની ટકોર બાદ સીલિંગ ની કાર્યવાહી પણ તેજ કરવામાં આવી હતી પરંતુ જે પણ લોકોના એકમો સીલ કર્યા છે તેઓ એ કોર્પોરેશન ને રજૂઆત કરતાં તેમણે સીલિંગ ની કાર્યવાહી હાલ પૂરી બંધ કરી છે. પરંતુ ફાયર વિભાગ દ્વારા અત્યારે આ તમામ એકમો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.