સુરત : સુરત શહેર ભાજપ પ્રમુખ અને ભાજપના બે કોર્પોરેટર બાદ હવે સુરત મજુરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કોરોના પોઝીટીવ આવતાં તેઓ સારવાર માટે અલથાણ કોવિંદ હોસ્પિટલમાં દાખલ થયાં છે. વિવાદોમાં સતત સપડાતા રહેતા સુરતના મજૂરા વિધાનસભા બેઠક ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હર્ષ સંઘવીએ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન કેશોદ ચોકડી પર ગરબા લીધા હતાં. આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે. સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડયા હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાનો ડર પણ વ્યક્ત કરવામાં આવી રહ્ના હતો. આ દરમિયાન મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને કોરોના થતાં અન્ય કેટલા લોકોને કોરોના થયો હશે તે પણ સવાલો ઉભા થઈ રહ્નાં છે.