દિલ્હી-

દેશમાં કોરોનાના નવા કેસોમાં થોડો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 2,76,070 નવા કેસો નોંધાયા છે, જ્યારે આ રોગને કારણે 3874 લોકો મૃત્યુ પામ્યા છે. તે જ સમયે 3,69,077 દર્દીઓ સ્વસ્થ થયા છે. ગુરુવારે જાહેર થયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોરોના ના કુલ 2,57,72,400 કેસ નોંધાયા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં આ રોગથી 2,87,122 લોકો મૃત્યુ પામ્યા છે. સક્રિય દર્દીઓની સંખ્યા 31,29,878 છે. દરમિયાન, એક રાહત સમાચાર છે કે, કોરોનાથી અત્યાર સુધી 2,23,55,440 દર્દીઓ સ્વસ્થ થયા છે.

કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશનો પુન: સ્વસ્થ થવાનો દર વધીને 86.74 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 20 લાખથી વધુ પરીક્ષણો કરાયા દેશમાં ગયા દિવસે 20 લાખથી વધુ પરીક્ષણો લેવામાં આવ્યા હતા. આઇસીએમઆર અનુસાર, છેલ્લા 24 કલાકમાં 20,55,010 પરીક્ષણો લેવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 32,23,56,187 પરીક્ષણો કરવામાં આવ્યા છે.