દિલ્હી-

દેશમાં બીજી લહેરનાં કહેર બાદ હવે કોરોનાની લહેર ધીમી થવા લાગી છે. હવે દેશમાં કોરોના વાયરસનાં સક્રિય કેસ 74 દિવસ પછી સૌથી ઓછા સામે આવ્યા છે. પાછલા દિવસે સતત પાંચમા દિવસે 70 હજારથી ઓછા નવા કેસ સામે આવ્યા છે.

આરોગ્ય મંત્રાલયની નવીનતમ માહિતી અનુસાર, શનિવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં કુલ 60,753 નવા કેસ નોંધાયા છે, જેમાં કોરોના કેસની કુલ સંખ્યા 2,98,23,726 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે 1,674 લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધી, સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યાની વાત કરીએ તો તે વધીને 2,86,78,390 થઈ ગઈ છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 1,647 કોરોના દર્દીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે, દેશમાં કોવિડથી મૃત્યુ પામેલા લોકોનો સત્તાવાર આંકડો વધીને 3,85,137 થઈ ગયો છે. સારી બાબત એ છે કે રસીકરણની ગતિ ઝડપી થઈ છે. અત્યાર સુધીમાં 27,23,88,783 વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે.