રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત દત્તોપંત ઠેંગડી લાયબ્રેરી, બાબુભાઈ વૈદ્ય લાયબ્રેરી, ડો. આંબેડકર લાયબ્રેરી, બહેનો અને બાળકો માટેના ફરતા મોબાઈલ પુસ્તકાલયો યુનિટ ૧-૨, નાનામવા મહિલા એક્ટિવિટી સેન્ટર અને મહિલા વાંચનાલય ખાતે સભ્યોની ડિમાન્ડ અને માગણીને ધ્યાનમાં રાખીને ચાલુ મહિનામાં નવા ૧૧૦૦ પુસ્તકો મુકવામાં આવ્યા છે. તેમજ લોકોમાં વાંચનની રૂચિ વધી હોય તેમ નવેમ્બર મહિનામાં ૨૮૪૨૧ લોકોએ લાયબ્રેરીનો લાભ લીધો હતો. તેમજ ૨૨૯ નવા સભ્યો જાેડાયા છે.

નવા ૧૧૦૦ પુસ્તકોમાં સાહિત્ય, નવલકથા, વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની બુકો, બાળકો માટે નવી સ્ટોરી બુકનો સમાવેશ થાય છે. નવા પુસ્તકોમાં ખાસ કરીને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો માટે સ્પાધાત્મક પરીક્ષાને અનુલક્ષી કોન્સ્ટેબલ, પી.એસ.આઈ., બિનસચિવાલય જેવી પરીક્ષાનાં પુસ્તકો મુકવામાં આવ્યા છે. બાળકો માટે નવી સ્ટોરી બુક, રમકડા, પઝલ, ગેમ્સ વગેરે મુકવામાં આવ્યા છે. આ સુવિધાનો બધા મેમ્બરો વધુમાં વધુ લાભ લઈ તેનો ઉપયોગ કરે તેવો અનુરોધ કરવામાં આવ્યા છે. શહેરીજનો વધુમાં વધુ લાયબ્રેરીઓનો ઉપયોગ કરે તેવા પ્રયત્ન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓ તરફથી કરવામાં આવે છે.