છોટાઉદેપુર : છોટાઉદેપુર નગરના મધ્યમાં આવેલી વીજકંપનીના કાર્યાલય ની બિલ્ડીંગ ની હાલત જાળવણીના અભાવે સાવ બિસમાર બની ગઈ છે. નગરમાં આવેલી દ્બખ્તદૃષ્ઠઙ્મ ની કચેરી છોટાઉદેપુર નગર સહીત ૮૦ જેટલા ગામડાઓમાં વીજ સેવા જેવી પ્રાથમિક જરૂરિયાત ની નિભાવણી કરે છે. નગરની પાસે જ આવેલી ૧૨૩ જેટલી ઇન્ડસ્ટ્રીઝ માં વીજ પુરવઠો સપ્લાય કરે છે. ૪ સબ સ્ટેશનો સાથે અંદાજે ૨૦૦૦ કિલોમીટર વાયરો પાથરવા માં આવેલા છે.  

છોટાઉદેપુર નગર સહીત ૮૦ ગામડાઓમાં ૩૨૦૦૦ જેટલા કનેક્શનો ધરાવે છે. જેની વાર્ષિક આમદની ૩૦ કરોડ જેટલી થતી હોય છે. પ્રજાની વીજ પુરવઠો આપવાની પ્રાથમિક જરૂરિયાત પુરી કરતી દ્બખ્તદૃષ્ઠઙ્મ ની કચેરી ની હાલત બિસમાર બની ગઈ છે. રજવાડી સમય ની બિલ્ડીંગ જર્જરિત બની ગઈ છે. ઓફિસ ની અંદર મુકેલા ફર્નિચરમાં ઉધઈ લાગી ગઈ છે. ઉપર પતરા હોવાથી ઠેર ઠેર પાણી ટપકતા નજરે ચઢે છે. કર્મચારીઓને પંખા અને લાઈટ જેવી સુવિધા પણ ખુબજ ઓછા પ્રમાણમાં છે. બિલ્ડિંગના પાછળના ભાગમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. ઝાડી ઝાંખરા ના કારણે સાપ જેવા જાનવરો અંદર ના આવી જાય તેમ ડરે છે.