રાજપીપળા

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ આજે રાજપીપલામાં આયુર્વેદિક કોલેજ સંકુલમાં ઉભા કરાયેલા ફેસીલીટેશન સેન્ટર ખાતે યોજાયેલા પોસ્ટલ બેલેટ મતદાનમાં ૧૯૯ જેટલા કર્મચારીઓએ ઉત્સાભેર મતદાન કરતા ૭૧ ટકા મતદાન નોંધાયું હતું. સ્થળ ઉપર કોવિડ-૧૯ માર્ગદર્શિકા મુજબ મેડીકલ ટીમ, થર્મલ ગન, સેનીટાઇઝેશની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાઇ હતી. ઘરઆંગણે લગ્નની શરણાઇની ગુંજ સાથે ગ્રહશાંતિના ચાલી રહેલા પ્રસંગ વચ્ચે પણ આજના પોસ્ટલ બેલેટથી મતદાન માટે આવી પહોંચેલા દેડીયાપાડા પોલીસ સ્ટેશનના લોકરક્ષક પોલીસકર્મી સુલોચનાબેન વસાવાએ જણાવ્યું હતું કે, આજે મારા મેરેજ છે, તેમ છતાં હું મતદાનને મહત્વ આપી મતદાન કરવા આવી છું. મતદાન મારો પહેલો અધિકાર છે, મારા ઘરે ગ્રહશાંતિનો પ્રસંગ ચાલી રહ્યો છે, છતાં હું મતદાનની પવિત્ર ફરજ અદા કરવા આવી છું. આમ લગ્ન પ્રસંગની વચ્ચે પણ મતદાન કરીને મતદાનથી અળગા રહેતા મતદારોને પ્રેરક સંદેશ આપ્યો છે.