ફતેપુરા,  ફતેપુરામાં આવેલ આર્ટસ કોલેજ ખાતે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. ૮ માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસે જે નિમિત્તે આર્ટસ કોલેજ ફતેપુરા ખાતે ફતેપુરામાં સી.ડબલ્યુ.ડી.સી અને એન.એસ.એસ.ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવેલું હતું. કાર્યક્રમમાં એનએસએસના કો-ઓર્ડીનેટર પ્રોફેસર પીયુષ પરમાર અને સી.ડબલ્યુ.ડી.સી ના કો-ઓર્ડીનેટર ડોક્ટર મિત્તલજી ચૌહાણ તેમજ અંગ્રેજી વિષયના અધ્યાપક પ્રોફેસર મિલન વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આર્ટ્‌સ કોલેજના સભાખંડમાં વિશ્વ મહિલા દિન નિમિત્તે કોલેજમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને આજના યુગમાં નારી શક્તિનો મહિમા સમજાવ્યો હતો. ડો મિત્તલ ચૌહાણે મહિલા સશક્તિકરણ વિશે સમજાવતા કહ્યું હતું કે પહેલાના જમાનામાં સ્ત્રીનું જીવન ચાર દીવાલો વચ્ચે પૂરું થઈ જતું હતુંં. પરંતુ અત્યારના યુગમાં મહિલાઓએ મહત્વનુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજની મહિલાઓ આઈ એસ. આઈ પી એસ તેમજ ભારત સરકાર તેમજ રાજ્ય સરકારમાં મહત્વનું સ્થાન ધરાવે છે ઘણી બધી મહિલાઓ એ ભારત દેશનું નામ રોશન કર્યું છે જાેયા હશે. આપણું કર્તવ્ય છે મહિલાનુ માન-સન્માન જાળવવુ જાેઈએ.