ગાંધીનગર-

ગીરના જંગલોમાં સિંહોના મૃત્યુ દરને લઈ કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મુદ્દો ઉપાડ્યો હતો. તેઓએ સરકાર સામે સાવજને બચાવવા અપીલ કરી છે. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુરુવારે રાજ્યસભામાં એશિયાઈ સિંહોના મોતનો મુદ્દો ઉપાડ્યો છે. તેઓએ માંગ કરી કે, સિંહોને રેડિયો કોલર લગાવવું ન જાેઈએ. કેમ કે, તેનાથી તેમનો વિકાસ અટકી જાય છે. અનેક વાર સિંહોના આ કારણે અસમયે મોત પણ થઈ જાય છે. શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામા કહ્ય્šં કે, રેડિયો કોલરનું વજન ૨.૫ કિલો હોય છે. જેનો ઉપયોગ સિંહો માટે કરવો ન જાેઈએ. તેને બદલે અન્ય કોઈ વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ કરવો જાેઈએ.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન સમિતિના રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીથી અત્યાર સુધી ગુજરાતમાં ૯૨ એશિયાઈ સિંહોના મોત થયા છે. તો બીજી તરફ, ૧૦ જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્‌વીટ કરીને ૨૦૧૫ થી ૨૦૨૦ દરમિયાન એશિયાઈ સિંહોની વસ્તીમાં ૨૯ ટકાનો ઐતિહાસિક વધારો થયો હોવાનું જણાવ્યું હતું. ગુજરાતનું પ્રખ્યાત ગીર નેશનલ પાર્ક રાજ્યના ૮ જિલ્લા જુનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ અને જામનગર જિલ્લામાં ફેલાયેલો છે.