દિલ્હી-

સંબધીને ઘરે આવેલી એક યુવતીએ ગામના યુવકે તેને મળવા એંકાતમાં બોલાવી અને પછી છેડછાડ કરવાનો પ્રયાશ કર્યો હતો જ્યારે યુવતીએ તેનો વિરોધ કર્યો ત્યારે તેણે પહેલા તેના હાથનો અંગૂઠો કાપી નાંખ્યો અને પછી શરીર ધડથી અલગ કરી દીધુ હતું. આ અસાધારણ ઘટના ઉત્તર પ્રદેશના બલિયાની છે.

ઉત્તર પ્રદેશના બલિયામાં ફરી એકવાર છોકરીઓની સલામતીને લઈને મોટો સવાલ ઉભો થયો છે. સિકંદરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કુદિયાપુર ગામના એક યુવકે સગાના ઘરે આવેલી સગીર યુવતીની નિર્દયતાથી હત્યા કરી હતી. સગીર યુવતી ખેતરમાં શાકભાજી તોડવા ગઈ ત્યારે ગામના એક યુવકે તેની સાથે ચેડાંનો પ્રયાસ કર્યો હતો. તે સગીરને તેની પાસે બોલાવી રહ્યો હતો, પણ તે ગઈ નહોતી.

યુવતીનો વિરોધ જોઈને છોકરો ગુસ્સે થયો અને તેણે આ ઘટનાને અંજામ આપ્યો. તેણે પહેલા યુવતીના હાથનો અંગૂઠો કાપ્યો અને પછી તેનું ગળું કાપીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. આ બનાવની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળે પહોંચેલા એસપીના જણાવ્યા અનુસાર, આ જ ગામના એક યુવકે એક યુવતીની ગળું કાપીને હત્યા કરી હતી. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.