અમદાવાદ-

ગુજરાતમાં ગત ૧૧ મી જાન્યુઆરીથી ધોરણ-૧૦ અને ૧૨ ની શાળા શરુ કરવામાં આવી છે. ત્યારે કેશોદમાં એક સાથે ૧૧ વિદ્યાર્થિઓના રિપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. કેશોદની કે એ વણપરીયા વિનય મંદિર સ્કૂલની ૧૧ વિદ્યાર્થિઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. સ્કુલમાં દાખલ થતી વખતે એન્ટીજન ટેસ્ટ કરવામાં આવતા કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આ ૧૧ પૈકી ત્રણ વિદ્યાર્થિઓ હોસ્ટેલની અને આઠ વિધાર્થીઓની શહેરની છે. આ મામલે સ્કુલને કોરોન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

 મળતી માહિતી મુજબ જુનાગઢના કેશોદમાં 11 વિદ્યાર્થિનીઓને એક સાથે કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક જ શાળાની 11 વિધાર્થીનીઓ સંક્રમિત મળી આવતા તંત્ર અને શાળાના સંચાલકો સહીત ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કે.એ. વણપરિયા વિનય મંદિરમાં વિદ્યાર્થિનીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં ધો-10 અને 12ની એક સાથે ૧૧ બાળાઓ કોરોના સંક્રમિત જોવા મળી હતી. સ્કુલમાં પ્રવેશતાં ધોરણ 10-12 ની વિદ્યાર્થીનીઓના ટેસ્ટ કરાવ્યા હતા. એકજ સ્કુલ માં અભ્યાસ કરતી 3 હોસ્ટેલમાં રહેતી અને 8 શહેરની એમ મળી કુલ 11 વિદ્યાર્થીનીઓમાં કોરોના પોઝીટીવ આવી છે. જેને લઈને અર્બન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી છે. 

શાળા ખુલ્યા બાદ આ બીજી ઘટના સામે આવી છે. અગાઉ જામનગરમાં જોડિયાની હુન્નર શાળાની વિદ્યાર્થિનીને કોરોના પોઝીટીવ આવી છે. ધોરણ ૧૨ માં અભ્યાસરત વિધાર્થીની કોરોના સંક્રમિત નજર આવી હતી.  એક બાજુ આજે સરકારે ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે પ્રેક્ટીકલ પરિક્ષાનિ જાહેરાત કરી છે. હવે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા પહેલા જરૂર એકવાર વિચારતા થઇ જશે.