પટના-

બિહારમાં કોરોનાની બીજી લહેરમાં જ્યારે તમે ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર અને દવાઓ માટે આમતેમ ભટકી રહ્યા હતા ત્યારે તમારા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કરતા હતા? કોણ ક્યાં હતું અને મુશ્કેલીના સમયે તમારા માટે કોણે શું કર્યું? આ જાણવા માટે દિવ્ય ભાસ્કરે ૪૦ સાંસદનાં કામનું વિશ્લેષણ કર્યું છે. આ વિશ્લેષણમાં સામે આવ્યું છે કે કોરોના સમયગાળા દરમિયાન લગભગ અડધા સાંસદો તેમના વિસ્તારના લોકો વચ્ચે સક્રિય હતા. તેમાંના કેટલાક એવા પણ છે જેઓ વિસ્તારમાં ગયા જ ન હતા, પરંતુ લોકોની મદદ કરતા રહ્યા. લગભગ ૩૫% સાંસદ એવા છે, જે આ દરમિયાન જનતા માટે બિલકુલ કામ કરતા ન હતા. ખાસ વાત એ છે કે તેમાં સાંસદની સંખ્યા વધુ છે.

બિહારમાં ન્ત્નઁના કુલ છ સાંસદ છે. તેમાં પાર્ટીના વડા ચિરાગ પાસવાન, તેમના ભાઈ પ્રિન્સ પાસવાન, કાકા પશુપતિ પારસ અને વીણા દેવી એવાં ચાર નામ છે, જેમણે કોરોનાયુગમાં કંઇપણ કર્યું નથી. હાજીપુરના સાંસદ પશુપતિ પારસ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ નાગરિક અભિનંદન કરાવ્યા બાદથી તેઓ વિસ્તારમાંથી ગુમ છે. ગયા વર્ષે નવેમ્બરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ ચિરાગ પાસવાને પણ પોતાના વિસ્તારની મુલાકાત લીધી નથી. ચૌધરી મહેબૂબ અલી કેસર (ખગડિયા) અને ચંદન સિંહ (નવાદા) જ થોડા સક્રિય દેખાતા હતા અને સાંસદ ભંડોળમાંથી જનતાને મદદ કરવા માટે થોડી પહેલ કરી હતી.

૨૨ મે સુધી સાંસદોના રિપોર્ટને જાેતાં જાણવા મળ્યું કે ઓછામાં ઓછા સાત સાંસદ છે, જે છેલ્લા ૧૦૦ દિવસથી (૧૧ ફેબ્રુઆરી ૨૦૨૧ પછી) તેમના વિસ્તારમાં જાેવા મળ્યા નથી. તેમાં કેન્દ્રીય પ્રધાન નિત્યાનંદ રાય (ઉજિયારપુર), રામપ્રીત મંડળ (ઝંઝારપુર), ચિરાગ પાસવાન (જમુઇ) અને પશુપતિ પારસ (હાજીપુર) સામેલ છે, જ્યારે વિજય માંઝી (ગયા), વીણા દેવી (વૈશાલી) અને અજય મંડલ (ભાગલપુર) તેમના વિસ્તારમાં રહીને જ જનતાને જાેવા મળ્યા નહીં. કોરોનાથી અજય મંડલના મોતની અફવાઓ પણ ફેલાઇ હતી. તેમણે ૧૫ મેના રોજ ભાગલપુર જીજીઁને પત્ર લખીને આ બાબતે કાર્યવાહી કરવાની માગ કરી હતી.

બિહારના ૧૨ સાંસદ આવા છે, જેઓ ૨૨ એપ્રિલ બાદથી પોતાના વિસ્તારમાં જાેવા મળ્યા નથી. તેમાં આરાના સાંસદ કેન્દ્રીય પ્રધાન રાજ કુમાર સિંહ ૨૪ એપ્રિલે તેમના વિસ્તારમાં જાેવા મળ્યા હતા. બિહારના આર.કે. સિંહ પાંચ કેન્દ્રીય મંત્રીઓમાં એકમાત્ર સાંસદ છે, જેઓ તેમના મત વિસ્તારના લોકો માટે કંઈ ખાસ કરતા જાેવા મળ્યા નથી. બક્સરના સાંસદ કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબે ૨૨ મેના રોજ પટનામાં તો હતા, પરંતુ તેમના સંસદીય મતક્ષેત્રમાં છેલ્લી વખત તે ૬ એપ્રિલ ૨૦૨૧ના રોજ જાેવા મળ્યા હતા.