અમદાવાદ, રાજ્યમાં ત્રીજી લહેરમાં પહેલીવાર ૧૨ હજારથી વધુ કેસ નોંધાયા છે. ૫ દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા. ૧૬મી જાન્યુઆરીએ ૮ અને ૧૫મી જાન્યુઆરીએ ૭ લોકોના મોત થયા હતા. રાજ્યમાં ઉત્તરાયણના બે દિવસ દરમિયાન કેસ ઘટ્યા હતા. ત્યારબાદ વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૨ હજાર ૭૫૩ નવા કેસ નોંધાયા છે અને ૫ હજાર ૯૮૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો એક્ટિવ કેસ પણ ૭૦ હજારને પાર થયાં છે.રાજ્યમાં અત્યાર સુધીમાં ૯ લાખ ૩૮ હજાર ૯૯૩ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૧૬૪ છે. તેમજ અત્યાર સુધીમાં ૮ લાખ ૫૮ હજાર ૪૫૫ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૭૦ હજાર ૩૭૪ એક્ટિવ કેસ છે, જેમાંથી ૯૫ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૭૦ હજાર ૨૭૯ દર્દીની હાલત સ્થિર છે.૧૭ જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં અને સુરત શહેરમાં ૧-૧, સુરત જિલ્લામાં ૨ અને પંચમહાલ જિલ્લામાં ૧નું મોત થયુ છે, ૧૬ જાન્યુઆરીએ અમદાવાદ, ભાવનગર અને સુરતમાં ૨-૨ વડોદરા અને તાપીમાં ૧-૧ મળી ૮નાં મોત નોંધાયા છે, ૧૫ જાન્યુઆરીએ રાજ્યમાં કુલ ૭ લોકોના મોત થયા છે, જેમાં અમદાવાદમાં ૨, સુરતમાં ૩, નવસારીમાં ૧, રાજકોટમાં ૧નું મોત નિપજ્યું હતું. ૧૪ જાન્યુઆરીએ નવસારી અને વલસાડમાં ૧-૧ મળી કુલ ૨ના મોત થયા હતા. જ્યારે ૧૩ જાન્યુઆરીએ અમદાવાદ શહેર, સુરત શહેર તથા વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ૧-૧ મોત થયા હતાં, ૧૨ જાન્યુઆરીએ સુરત શહેરમાં ૨, રાજકોટ અને વલસાડ જિલ્લામાં ૧-૧ મળી કુલ ૪ના મોત નોંધાયા છે. ૧૧ જાન્યુઆરીએ વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં ૧-૧ મળી કુલ ૩ દર્દીના મોત થયા છે, ૧૦ જાન્યુઆરીએ કોરોનાના કારણે રાજ્યમાં ૨ દર્દીના મોત થયા હતા, જેમાં રાજકોટ જિલ્લા અને સુરત જિલ્લામાં ૧-૧નાં મોત હતું. ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી ૨૦૨૨થી તો કોરોના રોકેટની ગતિએ વધી રહ્યો છે સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે.

૪૬૫ ગામડામાં કોરોના રોકવા માટે ગ્રામયોદ્ધા કમિટી કામ કરશે

અમદાવાદ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ યોદ્ધા કમિટીની રચના કરવામાં આવી છે ગામડાંમાં કોરોના ને રોકવા માટે કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ગામડામાં બહાર થી આવતા લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે તેમના એડ્રસ અને તેમનું ટેમ્પેચર ચેક કરી અને જવા દેવાશે. ગ્રામ યોદ્ધા કમિટીની રચના કરવામાં આવી હતી જે હવે ફરી એક્ટિવ કરવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં કોરોના કેસો વધી રહ્યા છે જેને લઈને હાલમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ અમલ માં મૂકવામાં આવ્યા છે જેને લઈને હવે કોરોના કેસો વધુ વાકરે નહીં અને બહારના લોકો સુપર સ્પ્રેડર બને નહીં તે માટે ગ્રામ યોદ્ધા કમિટી ની રચના કરવામાં આવી છે જાેકે અગાઉ પહેલી અને બીજી લહેરમાં જ ગ્રામ યોદ્ધા કમિટીની રચના કરી દેવામાં આવી હતી જેને લઈને હવે ફરી કેસો વધતાં ફરી ગ્રામ યોદ્ધા કમિટી ને એક્ટિવ કરવા માટે સૂચના આપવામાં આવી છે.