વડોદરા : વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં નોંધાયેલા ૧૪,૪૬,૨૧૨ મતદારો પૈકી ૬,૯૧,૩૧૩ મતદારોએ મતદાન કર્યું હતું. જેથી ગઇકાલ સાંજે કુલ મતદાન અંદાજે ૪૫ ટકા જેટલું હતું. જે વધીને ૪૭.૮૪ ટકા થયું હતું. જાેકે વર્ષ ૨૦૧૫ની ચૂંટણીની સરખામણીમાં બે લાખ જેટલા મતદારો વધવાની સામે ૮૪,૨૦૦ જેટલા વધુ વોટ પડ્યા છે. આમ ગત ચૂંટણીની સરખામણીમાં ૦.૮૭ ટકા મતદાન ઓછું થયું છે. સૌથી વધુ ૫૫.૨૧ ટકા મતદાન વોર્ડ નં.-૧માં અને સૌથી ઓછું ૪૨.૫૫ ટકા મતદાન વોર્ડ -૧૧માં થયું છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ૧૯ વોર્ડની ૭૬ બેઠકો પર ચૂંટણી લડતા ૨૭૯ ઉમેદવારોનું ભાવિ રવિવારે યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ ઇવીએમમાં સીલ કર્યું છે. મોડી રાત્રે ક્યા વોર્ડમાં કેટલું મતદાન થયું તેની સ્પષ્ટતા થઇ હતી. જેમાં ૧૪,૪૬,૨૧૨ મતદારો પૈકી ૬,૯૧,૩૧૪ મતદારોએ મતદાન કરતા ૪૭.૮૪ ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ ૨૦૧૫માં યોજાયેલી ચૂંટણીમાં ૧૨,૪૭,૫૮૧ મતદારો હતાં. જેમાંથી ૬,૦૭,૬૯૯ મતદારોએ મતદાન કર્યું હતું. અને ૪૯.૭૧ ટકા મતદાન થયું હતું. જ્યારે ૨૦૧૦માં મતદાનની ટકાવારી ૪૪.૪૧ ટકા રહી હતી. જાેકે ૨૦૧૫ની ચૂંટણીની સરખામણીમાં નવા ગામોના સમાવેશ સાથે બે લાખ જેટલા મતદારો વધ્યા છે. પરંતુ સામે મત ૮૪,૨૧૫ વધુ નોંધાયા છે. પરિણામે નીરસ ચૂંટણી અને ઓછા મતદાનને પગલે રાજકીય પક્ષોના ગણીતો અને અટકળો સાથે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

ક્યા વોર્ડમાં કેટલા ટકા મતદાન

વોર્ડ મતદારો મતદાન ટકા

૧ ૭૫,૩૩૧ ૪૧,૫૮૭ ૫૫.૨૧

૨ ૬૭,૭૨૯ ૩૨,૩૪૭ ૪૭.૭૬

૩ ૬૫,૪૧૮ ૩૧,૨૦૭ ૪૭.૭૦

૪ ૬૬,૯૪૯ ૩૪,૩૯૮ ૫૧.૩૮

૫ ૭૧,૫૯૨ ૩૪,૬૮૫ ૪૮.૪૫

૬ ૮૨,૦૮૩ ૪૦,૧૪૩ ૪૮.૯૧

૭ ૭૭,૫૫૫ ૩૫,૫૬૪ ૪૫.૮૬

૮ ૮૫,૬૪૭ ૩૮,૭૭૯ ૪૫.૨૮

૯ ૮૫,૬૨૪ ૩૮,૯૧૧ ૪૫.૪૪

૧૦ ૮૮,૫૨૯ ૪૨,૯૦૯ ૪૮.૪૭

૧૧ ૮૧,૭૨૦ ૩૪,૭૭૧ ૪૨.૫૫

૧૨ ૭૯,૩૮૫ ૩૭,૯૯૯ ૪૭.૮૭

૧૩ ૬૬,૮૯૬ ૩૨,૨૫૧ ૪૮.૨૧

૧૪ ૮૨,૨૫૪ ૩૮,૦૩૩ ૪૬.૨૪

૧૫ ૭૫,૩૦૫ ૩૩,૮૧૪ ૪૪.૯૦

૧૬ ૭૭,૫૭૦ ૩૯,૩૯૩ ૫૦.૭૮

૧૭ ૬૬,૯૮૪ ૨૮,૯૨૯ ૪૩.૧૯

૧૮ ૭૧,૨૬૯ ૩૭,૩૨૧ ૫૨.૩૭

૧૯ ૭૮,૩૭૨ ૩૮,૮૭૩ ૪૯.૬૦

કુલ ૧૪,૪૬,૨૧૨ ૬,૯૧,૯૧૪ ૪૭.૮૪