રાજકોટ-

21મી તારીખે યોજાયેલી છ મહાનગરપાલિકાના ચૂંટણીના પરિણામો પરથી પડદો ઉઠી રહ્યો છે શરૂઆતના વલણ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી (BJP)એ દરેક મોરચે આગળ દેખાય છે. સુરત ખાતે આમ આદમી પાર્ટીએ પોતાનુ ખાંતુ ખોલ્યું છે આ દરમિયાન સવારે 11.15 વાગ્યા સુધી રાજકોટમાં વોર્ડ નંબર 7, 10, 4, 13 અને એકમાં જીત મેળવી લીધી છે. જીત સાથે જ ભાજપના વિજેતા ઉમેદવારો અને તેમના કાર્યકરોએ રેલી કાઢી હચી. આ દરમિયાન વોર્ડ નંબર 10 અને 13ના વિજય સરઘસ વચ્ચે એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી. આ અંગે સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો રસ્તા પર સરઘસ કાઢી રહ્યા છે. આ દરમિયાન એમ્બ્યુલન્સ સતત સાઇરન મારી રહી છે.