ભાવનગર-

કોરોનાવાયરસે બીજી લહેરમાં ગુજરાતના નાનકડા ગામથી લઈ મેટ્રો સિટીમાં રહેતા બધા જ લોકોને પોતાના લપેટામાં લઈ લીધા છે. ખુદ પીમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે કરેલ વીડિયો કોન્ફ્રેન્સ દરમ્યાન કહ્યું હતું કે ગામ સુધી કોરોના ના ફેલાય તેનું ધ્યાન રાખવું પડશે. પરંતુ હવે ગુજરાતના હાલાત કંઈક એવા છે કે કોરોના ગામ-ગામડે ઘર કરી બેઠો છે. અત્યાર સુધી કોરોનાના કારણે કેટલાય ગ્રામજનોના મોત થયાં છે.

આવું જ એક ગામ છે ચોગઠ. ભાવનગર જિલ્લામાં આવેલ ચોગઠમાં ૧૩ હજાર જેટલી વસ્તી છે. આ ગામમાં કોરોનાના કારણે પાછલા ૨૦ દિવસમાં અત્યાર સુધી ૯૦ લોકોના મોત થયાં છે. પાછલા ૨૦ દિવસથી આ ગામના શ્મશાનમાં ચિતા નથી ઓલાઈ. કોરોનાના કહેરે આ આખા ગામની ચિંતા વધારી દીધી છે. સમયસર ટેસ્ટ થઈ શકે અને યોગ્ય ઈલાજ આપી શકાય તેવું ગામમાં એકેય હોસ્પિટલ પણ નથી. હાલાત એવા થઈ ગયા છે કે આ ગામમાં દરરોજ ૫-૬ લોકોના મોત થઈ રહ્યાં છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું કહેવું છે કે ગામમાં કોરોના સંક્રમણ રોકવું ગુજરાત સરકારની પ્રાથમિકતા છે. ગામમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવે. સ્કૂલો અથવા પંચાયત ઑફિસનો ઉપયોગ આઈસોલેશન સેન્ટર તરીકે કરવામાં આવે. જાે કોઈ ગ્રામીણમાં તાવ અથવા કોરોનાના પ્રાથમિક લક્ષણ જાેવા મળે તો તેમને આઈસોલેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવે. જાે કે હજી સુધી અહીં કોવિડ કેર સેન્ટર શરૂ નથી થયું. આ કારણે લોકોનું ઑક્સીજન લેવલ ક્યારે ઘટી જાય છે તેમને ખબર જ નથી પડતી. જ્યાં સુધી તેમને હોસ્પિટલે પહોંચાડવા વિશે વિચારવામાં આવે ત્યાં તો મોડું થઈ ગયું હોય છે. ભાવનગર જિલ્લાના ચોગઠ ગામના શ્માનમાં અંતિમ ક્રિયાનું કામ કરતા નિવૃત્ત શિક્ષક ગિરિજાશંકરનું કહેવું છે કે પાછલા ૨૦ દિવસમાં ૯૦થી ૧૦ લોકોના અંતિમ સંસ્કાર આ ગામમાં કરાયા છે. શ્મશાનની આગ ઓલવાઈ હોય તેવો એકેય દિવસ નથી ગયો. ગામમાં સતત થઈ રહેલા મોતથી લોકોમાં ડરનો માહોલ છે. ગામના લોકોએ ખુદ જ અહીં પર લૉકડાઉનની ઘોષણા કરી દીધી છે. હાલાત એવા છે કે ગામમાં મોટાભાગના ઘરમાં એક કે બે લોકો કોરોના સંક્રમિત છે.