ચંડીગઢ-

પંજાબમાં કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો બની ચૂકેલા સીએમ કેપ્ટન અમરિંદર સિંહ દૃજ નવજાેત સિંહ સિદ્ધુના વિવાદમાં શનિવારે એક નવો વળાંક જાેવા મળ્યો. સિદ્ધુએ પક્ષના પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખરની સાથે પંચકુલા ખાતે તેમના નિવાસસ્થાને મળ્યા. એટલું જ નહીં બંને નેતાઓએ એકબીજાને ગળે લગાડ્યા. આ દરમિયાન પંજાબ કોંગ્રેસના પ્રભારી નેતા હરીશ રાવત પણ ચંદીગઢ પહોંચી ગયા છે.

સિદ્ધુ અને જાખડની ગળે લગાવ્યાની તસવીરો સામે આવ્યા બાદ અટકળો તેજ થઇ ગઇ છે કે કેપ્ટન સામે સિદ્ધુ બાજી મારી જશે. નોંધનીય છે કે વિવાદના સમાધાન માટે સિદ્ધુને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવાની ફોમ્ર્યુલા આગળ મૂકવામાં આવી હતી. જાેકે કેપ્ટન અમરિન્દરે આ ર્નિણય અંગે નારાજગી વ્યક્ત કરી હતી. એટલે સુધી કે તેમના રાજીનામા અંગે પણ અટકળો વહેતી થઇ હતી.

પંજાબની સમસ્યાનું નિરાકરણ લાવવા કોંગ્રેસ હાઈકમાન્ડે નવજાેતસિંહ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની લીલી ઝંડી આપી દીધી હતી. ગુરુવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ પાર્ટીના રાજ્ય પ્રભારી હરીશ રાવતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘પંજાબ પીસીસી અધ્યક્ષ સુનીલ જાખર બે-ત્રણ દિવસમાં બદલી દેવાશે. તેની સાથે જ કેબિનેટમાં ફેરબદલ થશે પરંતુ કેપ્ટન મુખ્યમંત્રી બની રહેશે.

કેપ્ટનને મળ્યા હરીશ રાવત

શનિવારે કોંગ્રેસના પંજાબના પ્રભારી હરીશ રાવત કેપ્ટનને મળવા ચંદીગઢ પહોંચ્યા છે. ચર્ચા છે કે તેઓ પાર્ટીના ફોમ્ર્યુલા ઉપર કેપ્ટનને મનાવવાનો પ્રયાસ કરશે. અમરિંદરની નજીકના ઘણા નેતાઓએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પાર્ટીના રાજ્ય એકમમાં બળવો થઈ રહ્યો છે અને જાે સિદ્ધુને રાજ્ય પ્રમુખ બનાવવામાં આવે તો વિસ્ફોટ થઈ શકે છે. એક નેતાએ તો એમ પણ કહ્યું કે પાર્ટી તૂટી જશે.

કેપ્ટને સોનિયાને પત્ર લખી નારાજગી વ્યકત કરી

સિદ્ધુએ પંજાબના પ્રદેશ પ્રમુખ બનાવવાની ફોમ્ર્યુલા બાદ શુક્રવારે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. કેપ્ટન અમરિંદર સિંહે સોનિયા ગાંધીને પત્ર લખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. અમરિંદરસિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર લખીને વિનંતી કરી છે કે સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવાનું કોંગ્રેસની આગામી વિધાનસભાની ચૂંટણીમાં જીતવાની શક્યતાને પ્રતિકૂળ અસર કરશે. તેમણે એમ પણ લખ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ પંજાબની રાજનીતિ અને સરકારમાં દબાણપૂર્વક દખલ કરી રહ્યા છે.