લોકસત્તા ડેસ્ક

હોલીવૂડમાં પ્રેગનન્સીની અવનવી રીતે જાહેરાત કરવાનો ટ્રન્ડ બન્યો છે. પોતાના માનીતા કપલ ક્યારે આવી જાહેરાત કરે તેની તેમના ફેન્સ પણ રાહ જોતા હોય છે.

સોફી ટર્નર અને જો જોનાસ 

જો જોનાસ અને સોફી ટર્નરની પુત્રી વિલાનો જન્મ ૨૨ જુલાઈ, ૨૦૨૦ના રોજ થયો હતો. જો કે આ કપલે અગાઉથી કોઈ જાણકારી નહોતી આપી પણ ટર્નરનું બેબી બમ્પ સૌના ધ્યાનમાં આવ્યું અને ગેમ ઓફ થ્રોન્સની આ સ્ટારની મેટરનિટી સ્ટાઈલ પણ ખૂબ વિખ્યાત બની હતી. 

જ્યોર્જિયા ગૂ્રમ અને રુપર્ટ ગ્રિન્ટ 

રુપર્ટ ગ્રિન્ટ અને તેની લાંબા સમયની મિત્ર જ્યોર્જિયા ગૂ્રમ મે ૨૦૨૦માં બાળકના માતા-પિતા બન્યા. તેમણે માત્ર એક મહિના અગાઉ જ બાળક વિશે જાણકારી આપી હતી. જો કે હેરી પોટરના ચાહકોને આ સમાચારથી નવાઈ લાગી હતી. 

જેસી ટાઈલર ફર્ગ્યુસન અને જસ્ટિન મિકિતા 

જાન્યુઆરી ૨૦૨૦માં હજી તો કોરોનાની શરૂઆત થઈ હતી ત્યારે એક રાત્રિના શોમાં જેસી ફર્ગ્યુસને પોતે માતા બનવાની જાણકારી આપી હતી. આ કપલને ૭મી જુલાઈએ પુત્રનો જન્મ થયો. 

કેટી પેરી અને ઓરલાન્ડો બ્લૂમ 

૪થી માર્ચ, ૨૦૨૦ના રોજ કેટી પેરીએ પોતાનું ગીત નેવર વોર્ન વ્હાઈટનો મ્યુઝીક વીડિયો રજૂ કર્યો અને સાથે જ પોતે માતા બનવાની જાહેરાત પણ કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. 

લી મિશેલ અને ઝેન્ડી રીક 

ગ્લીસ્ટાર લી મિશેલના લગ્ન તેના બોયફ્રેન્ડ ઝેન્ડી રીક સાથ માર્ચ ૨૦૧૯માં થયા હતા અને તેણે એક વર્ષ પછી ઈન્સ્ટાગ્રામ પર જાહેર કર્યુ કે તેઓ બાળકની રાહ જોઈ રહ્યા છે. હાલની મહામારીમાં મિશેલ સતત ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સને પોતાના વિશે જાણકારી આપી રહી છે. 

કેથેરિન શ્વેર્ઝનેગર અને ક્રિસ પ્રેટ 

આર્નોલ્ડ શ્વેર્ઝનેગરની સૌથી મોટી પુત્રી કેથેરિન અને ક્રિસ પેટના લગ્ન ગયા વર્ષે કેલિફોર્નિયામાં થયા હતા. તેમણે પ્રેગનન્સી વિશે એપ્રિલ ૨૦૨૦માં જાણકારી આપી. લોકડાઉનમાં પોતાને ઘેર આનંદની પળો માણી રહેલી કેથેરિને જણાવ્યું કે તે ક્વોરન્ટાઈનના સમયમાં રસોઈ બનાવતા શીખી રહી છે. 

નિકી મિનાજ અને કેનેથ પેટ્ટી 

નિકી મિનાજે પોતાના બેબી બમ્પનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે તે અને તેનો પતિ કેનેથ પેટ્ટી બાળકની રાહ જોઈ રહ્યા છે.