અમદાવાદ
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફરી એકવાર નવા વર્ષની શરૂઆત સાથે જાહેર જનતા માટે બોટિંગની શરૂઆત કરવામાં આવી છે. હવે નવા વર્ષ એટલે કે ૨૦૨૧ના વર્ષમાં સહેલાણીઓ રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝની મજા માણી શકશે. અમદાવાદીઓને નવાઇ લાગે તેવી ક્રૂઝ રિવરફ્રન્ટ ખાતે આવી ગઈ છે. આ ક્રૂઝ સ્પેનથી મંગાવવામાં આવી છે.
આ ક્રૂઝ ફુલ્લી એસી હશે. કોરોના વાયરસના સમયમાં તેને સેનિટાઈઝ કરાયા બાદ જ બીજીવાર ઉપયોગમાં લેવામાં આવશે. આ ક્રૂઝમાં બેસવા માટે ૨૦ મિનિટના ૨૦૦ રૂપિયા ભાડું ચૂકવવું પડશે. આ ક્રૂઝની ખાસિયત એ છે કે આ તેમાં એક સાથે ૬૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. હાલ રિવરફ્રન્ટ ખાતે બે પોઇન્ટ પર બોટિંગ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં એક પોઇન્ટ વલ્લભ સદન અને બીજાે પોઇન્ટ ઉસ્માનપુરા નજીક શરુ કરવામાં આવ્યો છે. બોટિંગ સેવાને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
વલ્લભ સદન નજીક આવેલા બોટિંગ સ્ટેશન પર ઈસીએચટી દ્વારા બોટિંગની એક્ટિવિટી કરવામાં આવી રહી છે. જ્યારે ઉસ્માનપુરા નજીક આવેલા સ્ટેશન માટે ખોડલ કોર્પોરેશન દ્વારા બોટિંગની એક્ટિવિટી કરવામાં આવી રહી છે.
હાલના તબક્કામાં ઈસીએચટી એજન્સી દ્વારા જેટસ્કી, કિડ્‌સ પેડલ બોટ, હાય સ્પીડ બોટ તથા એક્વા સાઇકલની પ્રવૃત્તિ શરુ કરવામાં આવી છે. જેની ટિકિટ બોટિંગ સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પરથી સરળતાથી મળી રહેશે. ગયા વર્ષે કોરોના કાળ પહેલા આશરે ૪૦૦ જેટલા લોકોએ બોટિંગનો આનંદ માણ્યો હતો. જે બાદ આ વર્ષે ઈસીએચટી દ્વારા બમ્પર બોટ, સાબરમતી રિવર ક્રૂઝ જેવી ઘણી બધી વૉટર બેઝ્‌ડ એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. બમ્પર બોટ પણ આવનાર સમયમાં લોકો માટે શુરૂ થવાની છે. સહેલાણીઓ સહેલાઈથી બોટિંગ માટે બુકિંગ કરી શકે તે માટે ૧૫ જેટલા ઓનલાઇન માધ્યમ પરથી પણ બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટની વેબસાઈટ પરથી પણ લોકો બુકિંગ કરી શકશે.
ઈસીએચટી એજન્સી દ્વારા બોટિંગના ભાવ નીચે પ્રમાણે રાખવામાં આવ્યા છે. (૧) કિડ્‌સ બોટ- રૂ. ૧૦૦ (૨) જેટસ્કી- રૂ.૩૫૦ (૨) સાબરમતી રિવર ક્રૂઝ- રૂ. ૨૫૦ (૪) બેય લાઈનર- રૂ. ૨૫૦ (૫) હાઈ સ્પીડ બોટ- રૂ. ૨૫૦ (૬) એક્વા સાઇકલ- રૂ. ૧૦૦. ઉસ્માનપુરા નજીક આવેલ બોટિંગ સ્ટેશન પર ખોડલ કોર્પોરેશન દ્વારા સ્પીડ બોટ અને પૅન્ટોન બોટ લોકો માટે શરુ કરવામાં આવી હતી. જેને પણ લોકોનો ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.
આશરે ૫૦ જેટલા લોકોએ બોટિંગનો આંનદ માણ્યો હતો. જેની ટિકિટ લોકોને સરળતાથી બોટિંગ સ્ટેશન પર આવેલા ટિકિટ કાઉન્ટર પરથી મળી રહશે. ટૂંક સમયમાં તેઓ પેડલ બોટ અને ઝોરબિંગ બોલ પણ ઉમેરશે જેથી લોકોને સાબરમતી નદી પર વૉટર બેઝ્‌ડ એક્ટિવિટીનો લાભ મળી શકે. ખોડલ કોર્પોરેશન દ્વારા નીચે મુજબ બોટિંગના ભાવ રાખવામાં આવ્યા છે. (૧) સ્પીડ બોટ-રૂ. ૧૩૦ (૨) પૅન્ટોન બોટ- રૂ. ૧૩૦ (૩) પેડલ બોટ- રૂ.૬૦ (૪) ઝોરબિંગ- રૂ. ૪૫.