અમદાવાદ-

રાજ્યમાં કોરોનાએ એકવાર ફરી ભયાનક સ્વરૂપ ધારણ કરી દીધુ છે. સતત કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે. પહેલા ચૂંટણી અને તે પછી જનતાનું કોરોનાવાયરસને લઇને સામાન્ય સમજી લેવુ આજે આ પરિસ્થિતિનું મુખ્ય કારણ હોવાનુ સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએે કે, હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદનાં સિવિલ હોસ્પિટલ ખાતેે કોરોના બ્લાસ્ટ થયો છે.

અમદાવાદમાં સતત વધતા કોરોના સંકટને લઈને તંત્ર તો હરકતમાં આવી જ ગયુ છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી દર્દીઓની સંખ્યામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. પાલિકા અને પંચાયતની ચૂંટણી પહેલા જેે પરિસ્થિતિ હતી તેનાથી વિપરીત આજે રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં જાેવા મળી રહી છે. જણાવી દઇએ કે, હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં ૧૨ ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ હવે કોરોનાની ઝપટમાં આવી ગયો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, કોરોનાવાયરસથી પીડિત દર્દીઓની સારવાર કરતા આ ડોક્ટરો કોરોના સંક્રમિત થયા હતા. હાલ તમામ લોકો આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.