સુરત-

કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થયેલા દર્દીઓમાં નવી બીમારી ઘેરી રહી છે. આ બીમારી એટલી હદે ખતરનાક છે કે દર્દીઓનો જાે યોગ્ય ઇલાજ ન થાય તો આંખોની રોશની ગુમાવવાનો સમય આવ્યો છે. આ બીમારીનું નામ છે મ્યુકોરમાઈકોસિસ. સુરતમાં ૧૫ દિવસમાં ૪૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેમાંથી ૮ દર્દીઓએ આંખોની રોશની ગુમાવવાનો વારો આવ્યો છે. સુરતમાં કોરોનાની ગંભીર આડઅસર જાેવા મળી છે. સુરતમાં ૨૦ દર્દીઓએ આંખોની રોશની ગુમાવી છે. સુરતાં ૨૦ દિવસમાં મ્યુકરમાઇકોસિસના ૧૦૦ કેસ નોંધાયા છે. જેમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. કોરોનામાં અપાતા સ્ટિરોઇડથી રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ જતા આંખ-નાક, મગજમાં ફંગસ થાય છે. ત્યારે એક દર્દીના પરિવારે આંખ કાઢવાની ના પાડતા ઇન્ફેક્શન મગજમાં ફેલાતાં તેનુ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યુ છે.

કોરોનાથી સાજા થયા બાદ કેટલાક લોકો મ્યુકોરમાઇકોસીસ બીમારીના શિકાર થઈ રહ્યા છે. આ બીમારીના લક્ષણોમાં દર્દીને શરદી, થોડા સમય પછી નાક બંધ થવું, રસી પડવી તેમજ અઠવાડિયા બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થાય છે. દર્દી ઈલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જાેવા મળે છે, જેનો સિટી સ્કેન કરવું પડે છે. રિપોર્ટની મદદથી જ આ બીમારીના ફેલાવા અંગેની જાણકારી મળે છે. મ્યુકોરમાઇકોસીસ બીમારી દર્દીના અંગોમાં કેન્સર કરતા પણ ઝડપી પ્રસરે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ડાયાબિટીઝના દર્દીઓમાં કોરોના પછી આ રોગ થવાની સંભાવના વધુ હોય છે. કોરોના મટાડ્યા પછી લક્ષણો ૨ થી ૩ દિવસમાં દેખાય છે. સુરતની હોસ્પિટલમાં દાખલ દર્દીઓ મોટાભાગે સૌરાષ્ટ્ર અને રાજ્યનાં વિવિધ પ્રદેશોમાંથી આવ્યા છે. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, તેમની પાસે અત્યાર સુધીમાં ૪૦ થી વધુ કેસ આવી ચૂક્યા છે અને જેમાં આઠ લોકોની આંખો કાઢવી પડી છે.